(शार्दूलविक्रीडित)
एष स्त्रीविषये विनापि हि परप्रोक्तोपदेशं भृशं
रागान्धो मदनोदयादनुचितं किं किं न कुर्याज्जनः ।
अप्येतत्परमार्थबोधविकलः प्रौढं करोति स्फु रत्-
शृङ्गारं प्रविधाय काव्यमसकृल्लोकस्य कश्चित्कविः ।।१७।।
અનુવાદ : આ જનસમૂહ બીજાઓના ઉપદેશ વિના પણ કામ ઉદ્દીપ્ત
થવાથી રાગથી અંધ બનીને સ્ત્રીના વિષયમાં ક્યું ક્યું નિન્દ્ય કાર્ય નથી કરતા?
અર્થાત્ ઉપદેશ વિના જ તે સ્ત્રીની સાથે અનેક પ્રકારની નિન્દનીય ચેષ્ટાઓ કરે
છે. વળી હેય – ઉપાદેયના જ્ઞાન રહિત કોઈ કવિ નિરંતર શૃંગાર રસથી પરિપૂર્ણ
કાવ્ય રચીને તે લોકોના ચિત્તને વિશેષપણે રાગથી પુષ્ટ કરે છે. ૧૭.
(शार्दूलविक्रीडित)
दारार्थादि परिग्रहः कृतगृहव्यापारसारो ऽपि सन्
देवः सोऽपि गृही नरः परधनस्त्रीनिस्पृहः सर्वदा ।
यस्य स्त्री न तु सर्वथा न च धनं रत्नत्रयालङ्कृतो
देवानामपि देव एव स मुनिः केनात्र नो मन्यते ।।१८।।
અનુવાદ : જે ગૃહસ્થ સ્ત્રી અને ધન આદિ પરિગ્રહ સહિત હોઈને ઘરના
ઉત્તમ વ્યાપાર આદિ કાર્યો કરતો થકો પણ કદી પરધન અને પરસ્ત્રીની ઇચ્છા કરતો
નથી તે ગૃહસ્થ મનુષ્ય (હોવા છતાં) પણ દેવ (પ્રશંસનીય) છે. વળી જેમની પાસે
સર્વથા ન તો સ્ત્રી છે અને ન ધન પણ છે તથા જે રત્નત્રયથી વિભૂષિત છે તે મુનિ
તો દેવોના પણ દેવ (દેવોથી પણ પૂજ્ય) છે. તેમને ભલા અહીં કોણ માનતું નથી?
અર્થાત્ તેમની બધા જ પૂજા કરે છે. ૧૮.
(शार्दूलविक्रीडित)
कामिन्यादि विनात्र दुःखहतये स्वीकृर्वते तच्च ये
लोकास्तत्र सुखं पराश्रिततया तद्दुःखमेव ध्रुवम् ।
हित्वा तद्विषयोत्थमन्तविरसं स्तोकं यदाध्यात्मिकं
त्तत्त्वैकद्रशां सुखं निरुपमं नित्यं निजं नीरजम् ।।१९।।
અધિકાર – ૧૨ઃ બ્રહ્મચર્યરક્ષાવર્તિ ]૨૭૫