છે તે વાસ્તવમાં પરને આધીન હોવાથી દુઃખ જ છે. તેથી વિવેકી જનો પરિણામે
અહિતકારક અને પ્રમાણમાં અલ્પ તે વિષયજન્ય સુખ છોડીને તત્ત્વદર્શીઓના તે
અનુપમ સુખનો સ્વીકાર કરે છે જે આત્માધીન, નિત્ય, આત્મિક (સ્વાધીન) અને
પાપરહિત છે. ૧૯.
स्त्रीणां ये सुचिरं वसन्ति विलसत्तारुण्यपुण्यश्रियाम्
સ્થાનભૂત પુણ્યયુક્ત હોય છે. અર્થાત્ જેમને ઉત્તમ સ્ત્રીઓ ચાહે છે તે પુણ્યાત્મા પુરુષ
છે. પરંતુ અભ્યંતર નેત્રથી જ્ઞાનમય જ્યોતિને શરીરથી ભિન્ન દેખનાર જે સાધુઓના
હૃદયમાં તે સ્ત્રીઓ કદી પણ નિવાસ કરતી નથી તે પુણ્યશાળી મુનિઓને તે પૂર્વોક્ત
(સ્ત્રીઓના હૃદયમાં રહેનાર) પુણ્યાત્મા પુરુષો પણ નમસ્કાર કરે છે. ૨૦.
ज्ञातप्रान्तदिनं जराहतमतिः प्रायो नरत्वं भवे
सौख्यार्थीति विचिन्त्य चेतसि तपः कुर्यान्नरो निर्मलम्
અલ્પજ્ઞતાને કારણે જાણી શકાતો નથી, તથા જેમાં વૃદ્ધાવસ્થાને કારણે બુદ્ધિ પ્રાયઃ
કુંઠિત થઈ જાય છે; તે મનુષ્ય પર્યાયમાં જ તપ કરી શકાય છે અને મોક્ષપદની