વિચાર કરીને મોક્ષસુખાભિલાષી મનુષ્યે આ દુર્લભ મનુષ્ય પર્યાયમાં નિર્મળ તપ કરવું
જોઈએ. ૨૧.
सद्वृत्तौषधविंशतेरुचितवागर्थाम्भसा वर्तिता
श्चेतश्चक्षुरनङ्गरोगशमनी वर्तिः सदा सेव्यताम्
છે, શ્રેષ્ઠ છે, યોગ્ય શબ્દ અને અર્થરૂપ જળથી જેનું ઉદ્વર્તન કરવામાં આવ્યું છે તથા
જે ચિત્તરૂપ ચક્ષુના કામરૂપ રોગને શાંત કરે છે, તેનું સેવન તપોવૃદ્ધ સાધુઓએ
પરલોકદર્શન માટે નિરંતર કરવું જોઈએ.
અંજનશલાકા) ની ઉપમા આપી છે. અભિપ્રાય તેનો એ છે કે જેમ ઉત્તમ વૈદ્ય દ્વારા બતાવાયેલ
શ્રેષ્ઠ આંજણ સળી દ્વારા આંખોમાં આંજતાં મનુષ્યની આંખોનો રોગ (ફૂલું વગેરે) દૂર થઈ જાય
છે અને પછી તે બીજા લોકોને સ્પષ્ટ જોવા લાગે છે. તેવી જ રીતે જે ભવ્ય જીવ પદ્મનન્દિ મુનિ
દ્વારા ઉત્તમોત્તમ શબ્દો અને અર્થનો આશ્રય લઈને રચાયેલ આ બ્રહ્મચર્ય પ્રકરણનું મનન કરે છે
તેમના ચિત્તનો કામરોગ (વિષય વાંછા) નષ્ટ થઈ જાય છે અને ત્યારે તે મુનિવ્રત ધારણ કરીને
પરલોક (બીજો ભવ) જોવામાં સમર્થ થઈ જાય છે. તાત્પર્ય એ કે આમ કરવાથી દુર્ગતિનું દુઃખ
નષ્ટ થઈને તેમને કાં તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અથવા તો બીજા ભવમાં દેવાદિની ઉત્તમ
પર્યાય પ્રાપ્ત થાય છે. ૨૨.