૧૩. ઋષભસ્તોત્ર
[१३. ऋषभस्त्रोत्रम् ]
(आर्या )
जय उसह णाहिणंदण तिहुवणणिलएक्कदीव तित्थयर ।
जय सयलजीववच्छल णिम्मलगुणरयणणिहि णाह ।।१।।
અનુવાદ : હે ૠષભ જિનેન્દ્ર! નાભિ રાજાના પુત્ર, આપ ત્રણ લોકરૂપ ગૃહને
પ્રકાશિત કરવા માટે અદ્વિતીય દીપક સમાન છો, ધર્મતીર્થના પ્રવર્તક છો, સમસ્ત
પ્રાણીઓના વિષયમાં વાત્સલ્યભાવ ધારણ કરો છો તથા નિર્મળ ગુણોરૂપ રત્નોનાં
સ્થાન છો. આપ જયવંત હો. ૧.
(आर्या )
सयलसुरासुरमणिमउडकिरणकब्बुरियपायपीढ तुमं ।
धण्णा पेच्छंति थुणंति जवंति झायंति जिणणाह ।।२।।
અનુવાદ : નમસ્કાર કરતાં સર્વ દેવો અને અસુરોના મણિમય મુગટોના
કિરણોથી જેમની પાદપીઠ (પગ રાખવાનું આસન) વિચિત્ર વર્ણની થઈ રહી છે, એવા
હે ૠષભ જિનેન્દ્ર! પુણ્યાત્મા જીવ આપના દર્શન કરે છે, સ્તુતિ કરે છે, જપ કરે
છે અને ધ્યાન પણ કરે છે. ૨.
(आर्या )
चम्मच्छिणा वि दिट्ठे तइ तइलोए ण माइ महहरिसो ।
णाणच्छिणा उणो जिण ण – याणिमो किं परप्फु रइ ।।३।।
અનુવાદ : હે જિન! ચર્મમય નેત્રથી પણ આપના દર્શન થતાં જે મહાન
૨૭૮