હર્ષ ઉત્પન્ન થાય છે તે ત્રણે લોકમાં સમાતો નથી. તો પછી જ્ઞાનરૂપ નેત્રથી આપના
દર્શન થતાં કેટલો આનંદ પ્રાપ્ત થાય, એ અમે જાણતાં નથી. ૩.
(आर्या )
तं जिण णाणमणंतं विसईकयसयलवत्थुवित्थारं ।
जो थुणइ सो पयासइ समुद्दकहमवडसालूरो ।।४।।
અનુવાદ : હે જિનેન્દ્ર! જે જીવ સમસ્ત વસ્તુઓના વિસ્તારનો વિષય કરનાર
આપના અનંત જ્ઞાનની સ્તુતિ કરે છે તે પોતાને પેલા કૂપમંડુક (કૂવામાં રહેનાર દેડકા)
સમાન પ્રકટ કરે છે જે કુવામાં રહેવા છતાં પણ સમુદ્રના વિસ્તારાદિ બતાવે છે.
વિશેષાર્થ : જેમ કૂવામાં રહેનારો તુચ્છ દેડકો કદી સમુદ્રનો વિસ્તાર આદિ બતાવી
શકતો નથી તેવી જ રીતે અલ્પજ્ઞ મનુષ્ય આપના તે અનંત જ્ઞાનની સ્તુતિ કરી શકતો નથી કે જેમાં
સમસ્ત દ્રવ્યો અને તેમના અનંત ગુણ તથા પર્યાયો યુગપત્ પ્રતિભાસિત થઈ રહ્યા છે. ૪.
(आर्या )
अम्हारिसाण तुह गोत्तकित्तणेण वि जिणेस संचरइ ।
आएसं मग्गंती पुरओ हियइच्छिया लच्छी ।।५।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના નામના કીર્તનથી – કેવળ નામના સ્મરણ
માત્રથી પણ અમારા જેવા મનુષ્યોની સામે મનચાહી લક્ષ્મી આજ્ઞા માગતી ઉપસ્થિત
થાય છે. ૫.
(आर्या )
जासि सिरी तइ संते तुव अवइप्णम्मि तीए णट्ठाए ।
संके जणियाणिट्ठा दिट्ठा सव्वट्ठसिद्धी वि ।।६।।
અનુવાદ : હે ભગવન્! આપ સર્વાર્થસિદ્ધિમાં સ્થિત હતા તે વખતે તેની જે
શોભા હતી તે આપનો અહીં અવતાર થતાં નષ્ટ થઈ ગઈ. તેથી મને એવી આશંકા
થાય છે કે તે વખતે સર્વાર્થસિદ્ધિ પણ એવી દેખવામાં આવી કે જાણે તેનું અનિષ્ટ
જ થઈ ગયું હોય.
વિશેષાર્થ : જે વખતે ભગવાન ૠષભ જિનેન્દ્રનો જીવ સર્વાર્થસિદ્ધિમાં વિદ્યમાન હતો
તે વખતે ભાવિતીર્થંકર ત્યાં રહેવાથી તેની શોભા નિરાળી જ હતી. પછી જ્યારે તે ત્યાંથી ચ્યુત
અધિકાર – ૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૭૯