થઈને મરુદેવી માતાના ગર્ભમાં અવતર્યા ત્યારે સર્વાર્થસિદ્ધિની તે શોભા નષ્ટ થઈ ગઈ હતી. આ
બાબતમાં અહીં એવી ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે ભગવાન્ ૠષભ જિનેન્દ્ર ચ્યુત થતાં તે
સર્વાર્થસિદ્ધિ જાણે વિધવા જ થઈ ગઈ હતી તેથી તે વખતે તે સૌભાગ્યશ્રી વિનાની દેખાઈ. ૬.
(आर्या)
णाहिघरे वसुहारावडणं जं सुइरमिहं तुहोयरणा ।
आसि णहाहि जिणेसर तेण धरा वसुमई जाया ।।७।।
અનુવાદ : હે જિનેશ્વર! આપે અવતાર લેવાથી નાભિ રાજાના ઘેર આકાશમાંથી
જે લાંબા સમય સુધી (પંદર માસ સુધી) ધનની ધારાનો વરસાદ થયો – રત્નોની વર્ષા
થઈ — તેથી આ પૃથ્વી ‘વસુમતી (ધનવાળી)’ એવા સાર્થક નામવાળી બની. ૭.
(आर्या )
स च्चिय सुरणवियपया मरुएवी पहु ठिओ सि जंगब्भे ।
पुरओ पट्टो बज्झइ मज्झे से पुत्तवंतीणं ।।८।।
અનુવાદ : હે ભગવાન્! જે મરૂદેવીના ગર્ભમાં તમારા જેવા પ્રભુ સ્થિત
હતા તેમના જ ચરણોમાં તે વખતે દેવોએ નમસ્કાર કર્યા હતા. તે વખતે પુત્રવતી
સ્ત્રીઓમાં તેમની સમક્ષ તેમને પટ્ટ બાંધવામાં આવ્યો હતો અર્થાત્ સમસ્ત પુત્રવતી
સ્ત્રીઓની વચ્ચે તીર્થંકર જેવા પુત્રરત્નને જન્મ આપનાર એક તે જ મરૂદેવીને
પુત્રવતી તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ૮.
(आर्या )
अंकत्थे तइ दिट्ठे जंतेण सुरायलं सुरिंदेण ।
अणिमेसत्तबहुत्तं सयलं णयणाण पडिवण्णं ।।९।।
અનુવાદ : હે જિનેન્દ્ર! સુમેરુ પર્વત ઉપર જતી વખતે ઇન્દ્રને ખોળામાં બેઠેલા
આપના દર્શન થતાં તે પોતાના નેત્રોની નિર્નિમેષતા (પલકારાનો અભાવ) અને
અધિકતા (હજારની સંખ્યા) ને સફળ સમજવા લાગ્યાં.
વિશેષાર્થ : એ આગમ પ્રસિદ્ધ વાત છે કે દેવોના નેત્ર નિર્નિમેષ (પલકારા વિનાના)
હોય છે. તે પ્રમાણે ઇન્દ્રના નેત્ર નિર્નિમેષ તો હતા જ, સાથોસાથ તેમની સંખ્યા પણ એક હજાર
હતી. ઇન્દ્રે જ્યારે આ નેત્રોથી પ્રભુના દર્શન કર્યા ત્યારે તેમણે તેને સફળ માન્યા. આ સુયોગ અન્ય
૨૮૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ