મનુષ્ય આદિને પ્રાપ્ત થતો નથી. કારણ કે તેમને બે જ નેત્ર હોય છે અને તે પણ સનિમેષ. તેથી
તેઓ જ્યારે ત્રિલોકીનાથના દર્શન કરે છે ત્યારે તેમને વચ્ચે વચ્ચે પલક બીડાઈ જવાથી એકાગ્રતા
પણ રહેતી નથી. તેઓ તે દેવોની જેમ ઘણા સમય સુધી એકટક દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરી
શકતા નથી. ૯.
(आर्या)
तित्थत्तणमावण्णो मेरू तुह जम्मण्हाणजलजोए ।
तं तस्स सूरपमुहा पयाहिणं जिण कुणंति सया ।।१०।।
અનુવાદ : હે જિન! તે વખતે મેરુ પર્વત આપના જન્માભિષેકના જળના
સંબંધથી તીર્થસ્વરૂપ બની ગયો હતો તેથી જ જાણે સૂર્ય – ચન્દ્રાદિ જ્યોતિષી દેવ
નિરંતર તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. ૧૦.
(आर्या )
मेरुसिरे पडणुच्छलियणीरताडणपणट्ठदेवाणं ।
तं वित्तं तुह ण्हाणं तह जह णहमासि संकिण्णं ।।११।।
અનુવાદ : જન્માભિષેક વખતે મેરૂ પર્વતના શિખર ઉપરથી નીચે પડીને ઊંચે
ઊછળતા જળના આઘાતથી કાંઈક ખેદ પામેલા દેવો દ્વારા આપનો તે જન્માભિષેક
એવી રીતે સંપન્ન થયો કે જેથી આકાશ તે દેવો અને જળથી ભરાઈ ગયું. ૧૧.
(आर्या )
णाह तुह जम्मण्हाणे हरिणो मेरुम्मि णच्चमाणस्स ।
वेल्लिरभुयाहि भग्गा तइ अज्ज वि भंगुरा मेहा ।।१२।।
અનુવાદ : હે નાથ! આપના જન્માભિષેક મહોત્સવમાં મેરુ પર્વત ઉપર નૃત્ય
કરતા ઇન્દ્રની ચંચળ ભુજાઓથી નાશ પામેલા વાદળા અત્યારે પણ ભંગુર (વિનશ્વર)
જોવામાં આવે છે. ૧૨.
(आर्या )
जाण बहुएहिं वित्ती जाया कप्पद्दुमेहिं तेहिं विणा ।
एक्केण वि ताण तए पयाण परिकप्पिया णाह ।।१३।।
અધિકાર – ૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૮૧