અનુવાદ : હે નાથ! ભોગભૂમિના સમયમાં જે પ્રજાજનોની આજીવિકા ઘણાં
કલ્પવૃક્ષો દ્વારા સંપન્ન થઈ હતી તેમની તે આજીવિકા તે કલ્પવૃક્ષોના અભાવમાં એક
માત્ર આપના દ્વારા સંપન્ન (પ્રદર્શિત) કરવામાં આવી હતી.
વિશેષાર્થ : પૂર્વે અહીં (ભરતક્ષેત્રમાં) જ્યારે ભોગભૂમિની પ્રવૃત્તિ હતી ત્યારે
પ્રજાજનોની આજીવિકા ઘણા (દસ પ્રકારનાં) કલ્પવૃક્ષો દ્વારા સંપન્ન થતી હતી. પરંતુ જ્યારે
ત્રીજા કાળનો અંત આવવામાં પલ્યનો આઠમો ભાગ બાકી હતો ત્યારે તે કલ્પવૃક્ષ ધીરે ધીરે
નષ્ટ થઈ ગયા હતા. તે વખતે ભગવાન્ આદિ જિનેન્દ્રે તેમને કર્મભૂમિને યોગ્ય અસિ--મસિ
આદિ આજીવિકાના સાધનોનું શિક્ષણ આપ્યું હતું. જેમ કે શ્રી સમન્તભદ્રાચાર્ય સ્વામીએ કહ્યું
પણ છે – प्रजापतिर्या प्रथमं जिजीविषु : शशास कृष्यादिषु कर्मसु प्रजाः । प्रबुद्धतत्त्वः पुनरद्भुतोदयो
ममत्वतो निर्विविदे विदांवरः ।। અભિપ્રાય એ છે કે જે ૠષભ જિનેન્દ્ર પહેલાં કલ્પવૃક્ષો નષ્ટ
થઈ જતાં આજીવિકા નિમિત્તે વ્યાકુળતા પામેલી પ્રજાને પ્રજાપતિ રૂપે કૃષિ આદિ છ કર્મોનું
શિક્ષણ આપ્યું હતું તે જ ૠષભ જિનેન્દ્ર પછી વસ્તુસ્વરૂપ જાણીને સંસાર, શરીર અને
ભોગોથી વિરક્ત થતાં થકા આશ્ચર્યજનક અભ્યુદયને પ્રાપ્ત થયા અને સર્વ વિદ્વાનોમાં અગ્રેસર
થઈ ગયા. બૃ. સ્વ. સ્તો. ૨. આ રીતે જે પ્રજાજન ભોગભૂમિના સમયમાં અનેક કલ્પવૃક્ષોથી
આજીવિકા સમ્પન્ન કરતા હતા તેમણે કર્મભૂમિના પ્રારંભમાં એકમાત્ર ઉક્ત ૠષભ જિનેન્દ્રથી
જ તે આજીવિકા સમ્પન્ન કરી હતી. તેઓ ૠષભ જિનેન્દ્ર પાસેથી અસિ, મસિ અને કૃષિ
આદિ કર્મોનું શિક્ષણ મેળવીને આનંદપૂર્વક આજીવિકા મેળવવા લાગ્યા હતા. ૧૩.
(आर्या )
पहुणा तए सणाहा धरासि तीए कहण्णहा वूढो ।
णवधणसमयसमुल्लसियसासछम्मेण रोमंचो ।।१४।।
અનુવાદ : હે ભગવન્! તે વખતે પૃથ્વી આપ જેવા પ્રભુને પામીને સનાથ
થઈ હતી. જો એમ ન થયું હોય તો પછી તે નવીન વર્ષાકાળના સમયે પ્રગટ થયેલા
ધાન્યાંકુરોના બ્હાને રોમાંચ કેવી રીતે ધારણ કરી શકત? ૧૪.
(आर्या )
विज्जु व्व घणे रंगे दिट्ठपणट्ठा पणच्चिरी अमरी ।
जइया तइया वि तए रायसिरी तारिसी दिट्ठा ।।१५।।
અનુવાદ : હે ભગવન્! જ્યારે આપે વાદળાની વચ્ચે ક્ષણમાં નષ્ટ થનારી
વીજળી સમાન રંગભૂમિ ઉપર જોત જોતામાં મૃત્યુ પામનારી નૃત્ય કરતી નીલાંજના
૨૮૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ