Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 16-18 (13. Rhushabha Stoatra).

< Previous Page   Next Page >


Page 283 of 378
PDF/HTML Page 309 of 404

 

background image
અપ્સરાને જોઈ હતી ત્યારે આપે રાજ્યલક્ષ્મીને પણ એ જ રીતે ક્ષણભંગુર સમજી
લીધી હતી.
વિશેષાર્થ : કોઈ વખતે ભગવાન્ ૠષભ જિનેન્દ્ર અનેક રાજા મહારાજાઓથી વીંટળાઈને
સિંહાસન ઉપર બિરાજમાન હતા. તે વખતે તેમની સેવા કરવા માટે ઇન્દ્ર અનેક ગંધર્વો અને
અપ્સરાઓ સાથે ત્યાં આવ્યા. તેણે ભક્તિવશે ત્યાં અપ્સરાઓનું નૃત્ય શરૂ કરાવ્યું. તેણે ભગવાનને
રાજ્યભોગથી વિરક્ત કરવાની ઇચ્છાથી આ કાર્યમાં એવા પાત્રની (નીલાંજનાની) નિમણુંક કરી કે
જેનું આયુષ્ય તરત જ પૂર્ણ થવાનું હતું. તે પ્રમાણે નીલાંજના રસ, ભાવ અને લય સાથે નૃત્ય કરી
રહી હતી કે એટલામાં તેનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું. અને તે દેખતાં દેખતાં ક્ષણવારમાં અદ્રશ્ય
થઈ ગઈ. જોકે ઇન્દ્રે રસભંગના ભયથી ત્યાં બીજી તેવી જ અપ્સરા તત્કાળ ખડી કરી દીધી હતી,
છતાં પણ ભગવાન ૠષભ જિનેન્દ્ર એનાથી અજાણ ન રહ્યા. આથી તેમના હૃદયમાં ઘણો વૈરાગ્ય
થયો. (આ. પુ. ૧૭, ૧
૧૧.) ૧૫.
(आर्या )
वेरग्गदिणे सहसा वसुहा जुण्णं व जं मुक्का
देव तए सा अज्ज वि विलवइ सरिजलरवा वराई ।।१६।।
અનુવાદ : હે દેવ! આપે વૈરાગ્યના દિવસે પૃથ્વીને જીર્ણ તૃણ સમાન એકાએક
જ છોડી દીધી હતી, તેથી તે બિચારી આજ પણ નદીજળના ધ્વનિના બ્હાને વિલાપ
કરી રહી છે. ૧૬.
(आर्या )
अइसोहिओ सि तइया काउस्सग्गट्ठिओ तुमं णाह
धम्मिक्कघरारंभे उब्भीकयमूलखंभो व्व ।।१७।।
અનુવાદ : હે નાથ! આપ કાર્યોત્સર્ગમાં સ્થિત થઈને એવા અત્યંત શોભતા
હતા, જાણે ધર્મરૂપી અદ્વિતીય મહેલના નિર્માણમાં ઉપર ખડો કરવામાં આવેલો મૂળ
સ્તંભ જ હોય! ૧૭.
(आर्या )
हिययत्थझाणसिहिडज्झमाण सहसा सरीरधूमो व्व
सहइ जिण तुज्झ सीसे महुयरकुलसंणिहो केसभरो ।।१८।।
અનુવાદ : હે જિન! આપના શિર ઉપર જે ભમરાઓના સમૂહ સમાન કાળા
અધિકાર૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૮૩