કેશોનો ભાર છે તે એવો શોભે છે જાણે હૃદયમાં રહેલી ધ્યાનરૂપી અગ્નિથી સહસા
બળનાર શરીરનો ધૂમાડો જ હોય! ૧૮.
(आर्या )
कम्मकलंकचउक्के णट्ठे णिम्मलसमाहिभूईए ।
तुह णाणदप्पणे च्चिय लोयालोयं पडिप्फलियं ।।१९।।
અનુવાદ : હે ભગવાન! નિર્મળ ધ્યાનરૂપ સંપત્તિથી ચાર ઘાતિ કર્મરૂપ કલંક
નષ્ટ થઈ જતાં પ્રગટ થયેલ આપના જ્ઞાન (કેવલજ્ઞાન) રૂપ દર્પણમાં જ લોક અને
અલોક પ્રતિબિંબિત થવા લાગ્યા હતા. ૧૯.
(आर्या)
आवरणाईणि तए समूलमुम्मूलियाइ दट्ठूण ।
कम्मचउक्केण मुयं व णाह भीएण सेसेण ।।२०।।
અનુવાદ : હે નાથ! તે વખતે જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોને મૂળમાંથી
નષ્ટ થયેલાં જોઈને શેષ (વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) ચાર આઘાતી કર્મ
ભયથી જ જાણે મરેલા સમાન (અનુભાગથી ક્ષીણ) થઈ ગયા હતા. ૨૦.
(आर्या )
णाणामणिणिम्माणे देव ठिओ सहसि समवसरणम्मि ।
उवरिं व संणिविट्ठो जियाण जोईण सव्वाणं ।।२१।।
અનુવાદ : હે દેવ! વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત સમવસરણમાં સ્થિત
આપ જીતી લેવામાં આવેલા સર્વ યોગીઓની ઉપર બેઠેલા જેવા સુશોભિત થાવ છો.
વિશેષાર્થ : જિનેન્દ્ર ભગવન્ સમવસરણ સભામાં ગંધકૂટીમાં સ્વભાવથી જ સર્વથી ઉપર
વિરાજમાન રહે છે. એ બાબત ઉપર અહીં એ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે તેમણે પોતાની
અભ્યંતર અને બાહ્ય લક્ષ્મી દ્વારા સર્વ યોગીઓને જીતી લીધા હતા. તેથી તેઓ જાણે તે બધા
યોગીઓની ઉપર સ્થિત હતા. ૨૧.
(आर्या )
लोउत्तरा वि सा समवसरणसोहा जिणेस तुह पाए ।
लहिऊण लहइ महिमं रविणो णलिणि व्व कुसुमट्ठा [ड्ढा] ।।२२।।
૨૮૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ