અનુવાદ : હે જિનેશ! તે સમવસરણની શોભા જો કે અલૌકિક હતી, છતાં
પણ તે આપના પાદ (ચરણો) ને પ્રાપ્ત કરીને એવી મહિમા પામી કે જેથી પુષ્પોથી
વ્યાપ્ત કમલિની સૂર્યના પાદ (કિરણો) ને પામીને મહિમા પ્રાપ્ત કરે છે. ૨૨.
(आर्या )
णिद्दोसो अकलंको अजडो चंदो ब्व सहसि तं तह वि ।
सीहासणायलत्थो जिणिंद कयकुवलयाणंदो ।।२३।।
અનુવાદ : હે જિનેન્દ્ર! સિંહાસનરૂપ ઉદયાચળ ઉપર સ્થિત આપ ચન્દ્રમા
સમાન કુવલય (પૃથ્વીમંડળ, ચંદ્રપક્ષે કુમુદ) ને આનંદિત કરો છો; તેથી જ તે ચન્દ્રમા
સમાન સુશોભિત થાવ છો, તો પણ આપમાં તે ચન્દ્રમાની અપેક્ષાએ વિશેષતા છે –
કારણ કે જેવી રીતે આપ અજ્ઞાનાદિ દોષોથી રહિત હોવાને કારણે નિર્દોષ છો તેવી
રીતે ચન્દ્રમા નિર્દોષ નથી – તે સદોષ છે કારણ કે તે દોષો (રાત્રિ) સાથે સંબંધ રાખે
છે. આપ કર્મમળ રહિત હોવાના કારણે અકલંક છો, પરંતુ ચન્દ્રમા કલંક (કાળા ચિહ્ન)
સહિત જ છે. આપ જડતા (અજ્ઞાનતા) રહિત હોવાને કારણે અજડ છો પરંતુ ચન્દ્રમા
અજડ નથી, પણ જડ છે – હિમગ્રસ્ત છે. ૨૩.
(आर्या )
अच्छंतु ताव इयरा फु रियविवेया णमंतसिरसिहरा ।
होइ असोओ रुक्खो वि णाह तह संणिहाणत्थो ।।२४।।
અનુવાદ : હે નાથ! જેમને વિવેક પ્રગટ થયો છે તથા જેમનું શિરરૂપ શિખર
આપને નમસ્કાર કરવામાં નમ્રીભૂત થાય છે એવા બીજા ભવ્ય જીવ તો દૂર જ રહ્યા
પરંતુ આપની સમીપમાં સ્થિત વૃક્ષ પણ અશોક થઈ જાય છે.
વિશેષાર્થ : અહીં ગ્રન્થકર્તા ભગવાન ૠષભ જિનેન્દ્રની સ્તુતિ કરતાં તેમની
સમીપે રહેલ આઠ પ્રાતિહાર્યોમાંથી પ્રથમ અશોક વૃક્ષનો ઉલ્લેખ કરે છે તે વૃક્ષ
જો કે નામથી જ ‘અશોક’ પ્રસિદ્ધ છે, છતાં પણ તેઓ પોતાના શબ્દચાતુર્યથી
એમ વ્યક્ત કરે છે કે જો જિનેન્દ્ર ભગવાનની કેવળ સમીપતા જ પામીને તે સ્થાવર
વૃક્ષ પણ અશોક (શોક રહિત) થઈ જાય છે તો ભલા જે વિવેકી જીવ તેમની
સમીપમાં રહીને તેમને ભક્તિપૂર્વક નમસ્કાર આદિ કરે છે તેઓ શોક રહિત કેમ
ન થાય? અવશ્ય જ તેઓ શોક રહિત થઈને અનુપમ સુખ પ્રાપ્ત કરશે. ૨૪.
અધિકાર – ૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૮૫