(आर्या )
छत्तत्तयमालंबियणिम्मलमुत्ताहलच्छला तुज्झ ।
जणलोयणेसु वरिसइ अमयं पि व णाह बिंदूहिं ।।२५।।
અનુવાદ : હે નાથ! આપના ત્રણ છત્ર લટકતા નિર્મળ મોતિઓના બ્હાને
જાણે બિંદુઓ દ્વારા ભવ્યજનોનાં નેત્રોમાં અમૃતની વર્ષા જ કરે છે.
વિશેષાર્થ : ભગવાન ૠષભ જિનેન્દ્રના શિર ઉપર જે ત્રણ છત્ર અવસ્થિત હતા તેમની
ચારે તરફ જે સુન્દર મોતી લટકતા હતા તે લોકોના નેત્રોમાં એવા લાગતા હતા કે જાણે તે ત્રણ
છત્ર તે મોતીઓના બ્હાને અમૃતબિન્દુઓની જ વર્ષા કરી રહ્યા હોય. ૨૫.
(आर्या)
कयलोयलोयगुप्पलहरिसाइ सुरेसहत्थचलियाइं ।
तुह देव सरय हरकिरणकयाइं व चमराइं ।।२६।।
અનુવાદ : હે દેવ! લોકોનાં નેત્રોરૂપ નીલકમળોને હર્ષિત કરનાર જે ચમર
ઇન્દ્રના હાથે આપના ઉપર ઢોળવામાં આવતા હતા તે શરદ કાળના ચન્દ્રમાના
કિરણોથી કરવામાં આવ્યા હોય તેવા લાગતા હતા. ૨૬.
(आर्या )
विहलीकयपचसरे पंचसरो जिण तुमम्मि काऊण ।
अमरकयपुप्फ विट्ठिच्छला बहू मुवइ कुसुमसरे ।।२७।।
અનુવાદ : હે જિન આપના વિષયમાં પોતાના પાંચ બાણોને વ્યર્થ જોઈને
તે કામદેવ દેવો દ્વારા કરવામાં આવતી પુષ્પવૃષ્ટિનાં બ્હાને જાણે આપના ઉપર ઘણાં
પુષ્પમય બાણો છોડી રહ્યા છે.
વિશેષાર્થ : કામદેવનું એક નામ પંચશર પણ છે જેનો અર્થ થાય છે પાંચ બાણોવાળા
આ બાણ પણ તેમના લોહમય ન હોતા પુષ્પમય માનવામાં આવે છે. તે આ જે બાણો દ્વારા કેટલાય
અવિવેકી પ્રાણીઓને જીતીને તેમને વિષયાસક્ત કર્યા કરે છે. મૂળમાં અહીં ભગવાન ૠષભજિનેન્દ્ર
ઉપર જે દેવોદ્વારા પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી હતી તેની ઉપર આ ઉત્પ્રેક્ષા કરવામાં આવી
છે કે તે પુષ્પવર્ષા નથી પણ જ્યારે ભગવાનને પોતાને વશ કરવા માટે તે કામદેવે તેમની ઉપર
પોતાના પાંચે બાણ ચલાવ્યા અને છતાં પણ તેઓ તેને વશ ન થયા ત્યારે તેણે જાણે તેમના ઉપર
એક સાથે ઘણા બાણો છોડવા જ શરૂ કર્યા હતા. ૨૭.
૨૮૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ