(आर्या )
एस जिणो परमप्पा णाणी अण्णाण सुणह मा वयणं ।
तुह दुंदुही रसंतो कहइ व तिजयस्स मिलियस्स ।।२८।।
અનુવાદઃ — હે ભગવન્! શબ્દ કરતી થકી તમારી ભેરી ત્રણે લોકના
સર્વ પ્રાણીઓને જાણે એમ કહી રહી હતી કે હે ભવ્ય જીવો! આ જિનદેવ
જ જ્ઞાની પરમાત્મા છે, બીજા કોઈ પરમાત્મા નથી; તેથી એક જિનેન્દ્રદેવ સિવાય
તમે બીજાઓનો ઉપદેશ ન સાંભળો. ૨૮.
(आर्या )
रविणो संतावयरं ससिणो उण जयायरं देव ।
संतावजडत्तहरं तुज्झ च्चिय पहु पहावलयं ।।२९।।
અનુવાદઃ — હે દેવ! સૂર્યનું પ્રભામંડળ તો સંતાપ કરનાર છે અને ચંદ્રનું
પ્રભામંડળ જડતા (શીતપણું) ઉત્પન્ન કરે છે. પરંતુ હે પ્રભો! સંતાપ અને જડતા
(અજ્ઞાનતા) આ બન્નેને દૂર કરનાર પ્રભામંડળ એક આપનું જ છે. ૨૯.
(आर्या )
मंदरमहिज्जमाणंबुरासिणिग्घोससंणिहा तुज्झ ।
वाणी सुहा ण अण्णा संसारविसस्स णासयरी ।।३०।।
અનુવાદઃ — મેરુ પર્વત વડે મથવામાં આવતા સમુદ્રની ધ્વનિ સમાન ગંભીર
આપની ઉત્તમ વાણી અમૃત સ્વરૂપ હોઈને સંસારરૂપ વિષને નષ્ટ કરનાર છે, એના
સિવાય બીજા કોઈની વાણી તે સંસારરૂપ વિષને નષ્ટ કરી શકતી નથી.
વિશેષાર્થઃ — જિનેન્દ્ર ભગવાનની જે દિવ્યધ્વનિ ખરે છે તે તાળવું, કંઠ અને હોઠ
આદિના વ્યાપારરહિત નિરક્ષર હોય છે. તેનો અવાજ સમુદ્ર અથવા મેઘગર્જના સમાન ગંભીર
હોય છે. તેમાં એક આ વિશેષતા હોય છે કે જેથી શ્રોતાગણને એવું જ લાગે છે કે ભગવાન
આપણી ભાષામાં જ ઉપદેશ આપી રહ્યા છે. ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે તે દિવ્યધ્વનિ
હોય છે તો નિરક્ષર જ, પણ તેને માગધદેવ અર્ધમાગધી ભાષામાં પરિણમાવે છે. તે દિવ્યધ્વનિ
સ્વભાવથી ત્રણે સંધ્યાકાળે નવ મુહૂર્ત સુધી જ ખરે છે. પરંતુ ગણધર, ઇન્દ્ર અને ચક્રવર્તી આદિના
પ્રશ્ન અનુસાર કોઈ વાર તે અન્ય સમયમાં પણ ખરે છે. તે એક યોજન સુધી સંભળાય છે.
અધિકાર – ૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૮૭