ભગવાન જિનેન્દ્ર વીતરાગ અને સર્વજ્ઞ હોય છે તેથી તેમના દ્વારા નિર્દિષ્ટ તત્ત્વના વિષયમાં કોઈ
પ્રકારનો સંદેહ આદિ કરી શકાતો નથી. કારણ એ છે કે વચનમાં અસત્યપણું કાં તો કષાયવશ
જોવામાં આવે છે અથવા તો અલ્પજ્ઞતાને કારણે, અને તે જિનેન્દ્ર ભગવાનમાં રહ્યા નથી. માટે
તેમની વાણીને અહીં અમૃત સમાન સંસાર વિષનાશક બતાવવામાં આવી છે. ૩૦.
(आर्या )
पत्ताण सारणि पिव तुज्झ गिरं सा गई जडाणं पि ।
जा मोक्खतरुट्ठाणे असरिसफलकारणं होइ ।।३१।।
અનુવાદઃ — હે જિનેન્દ્રદેવ! ક્યારી સમાન તમારી વાણીને પ્રાપ્ત થયેલ
અજ્ઞાની જીવોની પણ તે અવસ્થા થાય છે જે મોક્ષરૂપ વૃક્ષના સ્થાનમાં અનુપમ ફળનું
કારણ થાય છે.
વિશેષાર્થઃ — જેવી રીતે ઉત્તમ ક્યારી બનાવીને તેમાં લગાવવામાં આવેલું વૃક્ષ જળસિંચન
પામીને ઇચ્છિત ફળ આપે છે તેવી જ રીતે જે ભવ્ય જીવ મોક્ષરૂપ વૃક્ષની ક્યારી સમાન તે
જિનવાણી પામીને (સાંભળીને) તે પ્રમાણે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થાય છે તેમને અવશ્ય જ તેનાથી
અનુપમ ફળ (મોક્ષસુખ) પ્રાપ્ત થાય છે. ૩૧.
(आर्या )
पोयं पिव तुह वयणं संलीणा फु डमहोकयजडोहं ।
हेलाए च्चिय जीवा तरंति भवसायरमणंत्तं ।।३२।।
અનુવાદઃ — જેવી રીતે જલૌઘ અર્થાત્ પાણીના સમૂહને અધઃકૃત (નીચે
કરનારી) નૌકાનો આશ્રય લઈને પ્રાણી અનાયાસ જ અપાર સમુદ્રનો પાર પામી જાય
છે, તેવી જ રીતે જડૌઘ અર્થાત્ અજ્ઞાન સમૂહને અધઃકૃત (તિરસ્કૃત) કરનારી આપની
વાણીરૂપ નૌકાનો આશ્રય લઈને ભવ્ય જીવ પણ અનાયાસે જ અનંત સંસારરૂપ
સમુદ્રને પાર થઈ જાય છે, એ સ્પષ્ટ છે. ૩૨.
(आर्या )
तुह वयणं चिय साहइ णूणमणेयंतवादवियडवहं ।
तह हिययपईइअरं सव्वत्तणमप्पणो णाह ।।३३।।
અનુવાદઃ — હે નાથ! હૃદયમાં પ્રતીતિ ઉત્પન્ન કરનારી આપની વાણી જ
૨૮૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ