Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 34-37 (13. Rhushabha Stoatra).

< Previous Page   Next Page >


Page 289 of 378
PDF/HTML Page 315 of 404

 

background image
નિશ્ચયથી અનેકાન્તવાદરૂપ કઠિન માર્ગને તથા આત્માના સર્વજ્ઞત્વને પણ સિદ્ધ કરે છે.૩૩.
(आर्या )
विप्पडिवज्जइ जो तुह गिराए मइसुइबलेण केवलिणो
वरद्दिट्ठिदिट्ठिणहजंतपविखगणणे वि सो अंधो ।।३४।।
અનુવાદઃહે ભગવાન! જે મનુષ્ય પોતાના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના બળ
ઉપર આપના જેવા કેવળીની વાણીના વિષયમાંતેના દ્વારા નિરૂપિત તત્ત્વસ્વરૂપમાં
વિવાદ (સંદેહાદિ) પામે છે, તેનું આ આચરણ તે અંધ મનુષ્ય સમાન છે, જે કોઈ
નિર્મળ નેત્રોવાળા અન્ય મનુષ્ય દ્વારા દેખવામાં આવેલા એવા આકાશમાં સંચાર કરતાં
પક્ષીઓની ગણતરી (સંખ્યા)માં વિવાદ કરે છે. ૩૪.
(आर्या )
भिण्णाण परणयाणं एक्केक्कमसंगया णया तुज्झ
पावंति जयम्मि जयं मज्झम्मि रिऊण किं चित्तं ।।३५।।
અનુવાદઃહે ભગવન્! જગતમાં આપના પૃથક્ પૃથક્ એક એક નય
શત્રુભૂત ભિન્ન ભિન્ન પરમતોની મધ્યમાં જો જય પામે છે તો એમાં આશ્ચર્ય શું
છે! કાંઈ પણ નહિ. ૩૫.
(आर्या )
अण्णस्स जए जीहा कस्स सयाणस्स वण्णणे तुज्झ
जत्थ जिण ते वि जाया सुरगुरुपमुहा कई कुंठा ।।३६।।
અનુવાદઃહે જિન! જગતમાં તમારા વર્ણનમાં જે બૃહસ્પતિ આદિ કવિ પણ
કુંઠિત (અસમર્થ) થઈ ગયા છે તેમાં ભલા અન્ય ક્યા બુદ્ધિમાનની જીભ સમર્થ થઈ
શકે? અર્થાત્ આપના ગુણોનું કીર્તન જ્યાં બૃહસ્પતિ આદિ પણ કરી શક્યા નથી તો
પછી બીજો ક્યો એવો કવિ છે જે આપના તે ગુણોનું પૂર્ણપણે કીર્તન કરી શકે? ૩૬.
(आर्या )
सो मोहथेणरहिओ पयासिओ पहु सुपहो तए तइया
तेणज्ज वि रयणजुया णिव्विग्घं जंति णिव्वाणं ।।३७।।
અધિકાર૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૮૯