અનુવાદઃ — હે પ્રભો! તે વખતે આપે મોહરૂપ ચોર રહિત તે સુમાર્ગ
(મોક્ષમાર્ગ) પ્રગટ કર્યો હતો કે જેથી આજે પણ મનુષ્ય રત્નો (રત્નત્રય) સહિત થઈને
નિર્બાધપણે મોક્ષમાં જાય છે.
વિશેષાર્થઃ — જેમ શાસનના સારા પ્રબંધથી ચોર રહિત કરવામાં આવેલા માર્ગે
મનુષ્ય ઇચ્છિત ધન લઈને નિર્બાધપણે ગમનાગમન કરે છે, તેવી જ રીતે ૠષભદેવ ભગવાને
પોતાના દિવ્ય ઉપદેશ દ્વારા જે મોક્ષમાર્ગને મોહરૂપ ચોરથી રહિત કરી દીધો હતો તેના ઉપર
ચાલીને સાધુ પુરુષો અત્યારે પણ સમ્યગ્દર્શનાદિરૂપ અનુપમ રત્નો સાથે નિર્વિઘ્નપણે ઇચ્છિત
સ્થાન (મોક્ષ) પ્રાપ્ત કરે છે. ૩૭.
(आर्या )
उम्मुद्दियम्मि तम्मि हु मोक्खणिहाणम्मि गुणणिहाण तए ।
केहिं ण जुण्णतिणाइ व इयरणिहाणेहिं भुवणम्मि ।।३८।।
અનુવાદઃ — હે ગુણનિધાન! આપના દ્વારા તે મોક્ષરૂપ નિધિ (ખજાનો)
ખોલી નાખવામાં આવતા લોકમાં ક્યા ભવ્ય જીવોએ રત્ન – સુવર્ણાદિ રૂપ બીજા
ખજાના જીર્ણ ઘાસ સમાન છોડ્યા નહોતા? અર્થાત્ ઘણાએ તેમનો ત્યાગ કરી
જિનદીક્ષાનો સ્વીકાર કર્યો હતો. ૩૮.
(आर्या )
मोहमहाफ णिडक्को जणो विरायं तुमं पमुत्तूण ।
इयराणाए कह पहु विचेयणो चेयणं लहइ ।।३९।।
અનુવાદઃ — હે પ્રભુ! મોહરૂપી મહા સર્પદ્વારા કરડાવાથી મૂર્ચ્છા પામેલો
મનુષ્ય આપ વીતરાગને છોડીને બીજાની આજ્ઞા (ઉપદેશ)થી કેવી રીતે ચેતના પામી
શકે? અર્થાત્ પામી શકે નહિ.
વિશેષાર્થઃ — જેમ સર્પ કરડવાથી મૂર્ચ્છા પામેલો મનુષ્ય મંત્ર જાણનારના ઉપદેશથી
નિર્વિષ બનીને ચેતનપણું પ્રાપ્ત કરી લે છે તેવી જ રીતે મોહથી ગ્રસાયેલ સંસારી પ્રાણી આપના
સદુપદેશથી અવિવેક છોડીને પોતાનું ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ૩૯.
(आर्या )
भवसायरम्मि धम्मो धरइ पडंतं जणं च्चेय ।
सवरस्स व परमारणकारणमियराण जिणणाह ।।४०।।
૨૯૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ