Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 5 of 378
PDF/HTML Page 31 of 404

 

background image
ગૃહસ્થ (શ્રાવક) અને મુનિના ભેદથી બે પ્રકારનો છે. તે જ ધર્મ સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ઉત્કૃષ્ટ રત્નત્રયના ભેદથી ત્રણ પ્રકારનો તથા ઉત્તમ
ક્ષમા, ઉત્તમ માર્દવ આદિના ભેદથી દસ પ્રકારનો પણ છે. પરંતુ નિશ્ચયથી તો મોહના
નિમિત્તે ઉત્પન્ન થતાં માનસિક વિકલ્પોથી તથા વચન અને શરીરના સંસર્ગથી પણ
રહિત જે શુદ્ધ આનંદરૂપ આત્માની પરિણતિ થાય છે તેને જ ‘ધર્મ’ નામે કહેવામાં
આવે છે.
વિશેષાર્થ : પ્રાણીઓ ઉપર દયાભાવ રાખવો, રત્નત્રય ધારણ કરવા, તથા ઉત્તમ ક્ષમાદિ
દશ ધર્મોનું પરિપાલન કરવું; એ બધું વ્યવહારધર્મનું સ્વરૂપ છે. નિશ્ચયધર્મ તો શુદ્ધ આનંદમય
આત્માની પરિણતિને જ કહેવામાં આવે છે. ૭.
(शार्दूलविक्रीडित)
आद्या सद्व्रतसंचयस्य जननी सौख्यस्य सत्संपदां
मूलं धर्मंतरोरनश्वरपदारोहैकनिःश्रेणिका
कार्या सद्भिरिहाङ्गिषु प्रथमतो नित्यं दया धार्मिकैः
धिङ्नामाप्यपदयस्य तस्य च परं सर्वत्र शून्या दिशः
।।।।
અનુવાદ : અહીં ધર્માત્મા સજ્જનોએ સૌથી પહેલાં પ્રાણીઓના વિષયમાં
સદાય દયા રાખવી જોઈએ, કેમકે તે દયા સમીચીન વ્રતો, સુખ અને ઉત્કૃષ્ટ
સંપદાઓની મુખ્ય જનની અર્થાત્ ઉત્પાદક છે; ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, તથા અવિનશ્વર
પદ અર્થાત્ મોક્ષ મહેલમાં ચડવાની અપૂર્વ નિસરણીનું કામ કરે છે. નિર્દય પુરુષનું
નામ લેવું પણ નિન્દ્ય છે, તેના માટે બધે દિશાઓ શૂન્ય જેવી છે.
વિશેષાર્થ : જેવી રીતે મૂળ વિના વૃક્ષની સ્થિતિ ટકતી નથી તેવી જ રીતે પ્રાણીદયા
વિના ધર્મની સ્થિતિ પણ રહી શકતી નથી. તેથી તે ધર્મરૂપી વૃક્ષના મૂળ સમાન છે. એ સિવાય
પ્રાણીદયા થતાં જ ઉત્તમ વ્રત, સુખ અને સમીચીન સંપદાઓ તથા અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે;
માટે જ ધર્માત્માઓનું એ પ્રથમ કર્તવ્ય છે કે તે સમસ્ત પ્રાણીધારીઓ પ્રત્યે દયાભાવ રાખે. જે
પ્રાણી નિર્દયતાથી જીવઘાતની પ્રવૃત્તિ કરે છે તેનું નામ લેવું પણ ખરાબ સમજવામાં આવે છે. તેને
ક્યાંય પણ સુખ સામગ્રી પ્રાપ્ત થવાની નથી. તેથી સત્પુરુષોને આ પહેલો ઉપદેશ છે કે તેમણે સમસ્ત
પ્રાણીઓ પ્રત્યે દયાયુક્ત આચરણ કરવું. ૮.
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]