Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 9-10 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 6 of 378
PDF/HTML Page 32 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
संसारे भ्रमतश्चिरं तनुभृतः के के न पित्रादयो
जातास्तद्वधमाश्रितेन खलु ते सर्वें भवन्त्याहताः
पुंसात्मापि हतो यदत्र निहतो जन्मान्तरेषु ध्रुवम्
हन्तारं प्रतिहन्ति हन्त बहुशः संस्कारतो नु क्रुधः
।।।।
અનુવાદ : સંસારમાં ચિરકાળથી પરિભ્રમણ કરનાર પ્રાણીને ક્યા ક્યા જીવ
પિતા, માતા, ભાઈ આદિ નથી થયા? તેથી તે જીવોના ઘાતમાં પ્રવર્તતો પ્રાણી
નિશ્ચયથી તે બધાને મારે છે. આશ્ચર્ય તો એ છે કે તે પોતે પોતાનો પણ ઘાત કરે
છે. આ ભવમાં જે બીજા દ્વારા મરાયો છે તે નિશ્ચયથી અન્ય ભવમાં ક્રોધની વાસનાથી
પોતાના તે ઘાતકનો અનેકવાર ઘાત કરે છે, એ ખેદની વાત છે.
વિશેષાર્થ : જન્મ-મરણનું નામ સંસાર છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને
ભિન્ન-ભિન્ન ભવોમાં ઘણાખરા જીવો માતા-પિતા આદિ સંબંધો પામ્યા છે. તેથી જે પ્રાણી નિર્દય
થઈને તે જીવોનો ઘાત કરે છે તે પોતાના માતા-પિતા આદિનો જ ઘાત કરે છે. બીજું તો શું કહીએ,
ક્રોધી જીવ આત્મઘાત પણ કરી બેસે છે. આ ક્રોધની વાસનાથી આ જન્મમાં કોઈ અન્ય પ્રાણી દ્વારા
મરાયેલો જીવ પોતાના તે ઘાતકનો જન્માન્તરોમાં અનેકવાર ઘાત કરે છે. તેથી અહીં એમ ઉપદેશ
આપવામાં આવ્યો છે કે જે ક્રોધ અનેક પાપોનો જનક છે તેનો પરિત્યાગ કરીને જીવદયામાં પ્રવૃત્ત
થવું જોઈએ. ૯.
(शार्दूलविक्रीडित)
त्रैलोक्यप्रभुभावतो ऽपि सरुजो ऽप्येकं निजं जीवितं
प्रेयस्तेन बिना स कस्य भवितेत्याकांक्षतः प्राणिनः
निःशेषव्रतशीलनिर्मलगुणाधारात्ततो निश्चितं
जन्तोर्जीवितदानतस्त्रिभुवने सर्वप्रदानं लघु
।।१०।।
અનુવાદ : રોગી પ્રાણીને પણ ત્રણે લોકની પ્રભુતાની અપેક્ષાએ એક માત્ર
પોતાનું જીવન જ પ્રિય હોય છે. કારણ એ છે કે તે વિચારે છે કે જીવન નષ્ટ
થઈ ગયા પછી તે ત્રણે લોકોની પ્રભુતા ભલા કોને પ્રાપ્ત થવાની? નિશ્ચયથી તે
જીવનદાન સમસ્ત વ્રત, શીલ અને અન્ય અન્ય નિર્મળ ગુણોના આધારભૂત છે તેથી
[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ