જ લોકમાં જીવને જીવનદાનની અપેક્ષાએ અન્ય સમસ્ત સંપત્તિ આદિનું દાન પણ
તુચ્છ મનાય છે.
વિશેષાર્થ : પ્રાણોનો ઘાત કરવામાં આવતાં જો કોઈને ત્રણ લોકનું પ્રભુત્વ પણ પ્રાપ્ત
થતું હોય તો તે તેને નહિ ચાહે, પરંતુ પોતાના જીવનની જ અપેક્ષા કરશે. કારણ કે તે સમજે
છે કે જીવનનો ઘાત થયા પછી છેવટે તેને ભોગવશે કોણ? તે સિવાય વ્રત, શીલ, સંયમ અને
તપ આદિનો આધાર ઉક્ત જીવનદાન જ છે તેથી બીજા બધા દાનોની અપેક્ષાએ જીવનદાન ને
જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ૧૦.
(शार्दूलविक्रीडित)
स्वर्गायाव्रतिनाऽपि सार्द्रमनसः श्रेयस्करी केवला
सर्वप्राणिदया तया तु रहितः पापस्तपस्थोऽपि वा ।
तद्दानं बहु दीयतां तपसि वा चेतश्चिरं धीयतां
ध्यानं वा क्रियतां जना न सफलं किंचिद्दयावर्जितम् ।।११।।
અનુવાદ : જેનું ચિત્ત દયાથી ભિંજાયેલું છે તે જો વ્રતરહિત હોય તોપણ
તેની કલ્યાણ કારિણી એક માત્ર સર્વપ્રાણીદયા સ્વર્ગની પ્રાપ્તિનું નિમિત્ત થાય છે.
એનાથી ઉલ્ટું ઉક્ત પ્રાણીદયાથી રહિત પ્રાણી તપમાં સ્થિત હોવા છતાં પણ પાપિષ્ઠ
મનાય છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ! ભલે તમે ઘણું દાન દ્યો, ભલે લાંબો સમય
ચિત્તને તપમાં લગાડો અથવા ભલે ધ્યાન પણ કરો, પરંતુ દયા વિના તે બધું નિષ્ફળ
જશે. ૧૧.
(शार्दूलविक्रीडित)
सन्तः सर्वसुरासुरेन्द्रमहितं मुक्तेः परं कारणं
रत्नानां दधति त्रयं त्रिभुवनप्रद्योति काये सति ।
वृत्तिस्तस्य यदन्नतः परमया भक्त्यार्पिताज्जायते
तेषां सद्गृहमेधिनां गुणवतां धर्मो न कस्य प्रियः ।।१२।।
અનુવાદ : જે રત્નત્રય (સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર) સર્વ
સુરેન્દ્રો અને અસુરેન્દ્રો દ્વારા પૂજ્ય છે, મોક્ષનું અદ્વિતીય કારણ છે અને ત્રણે લોકને
અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૭