(आर्या )
कणयकमलाणमुवरिं सेवा तुह विबुहकप्पियाण तुहं ।
अहियसिरीणं तत्तो जुत्तं चरणाण संचरणं ।।४४।।
અનુવાદઃ — હે ભગવન્! આપની સેવા માટે દેવો દ્વારા રચવામાં આવેલા
સુવર્ણમય કમળો ઉપર જે આપના ચરણોનો સંચાર થતો હતો તે યોગ્ય જ હતું કેમ
કે આપના ચરણોની શોભા તે કમળો કરતાં વધારે હતી. ૪૪.
(आर्या )
सइ-हरिकयकण्णसुहो गिज्जइ अमरेहिं तुह जसो सग्गे ।
मण्णे तं सोउमणो हरिणो हरिणंक वमल्लीणो ।।४५।।
અનુવાદઃ — હે જિનેન્દ્ર! સ્વર્ગમાં ઇન્દ્રાણી અને ઇન્દ્રના કાનોને સુખ આપનારું
જે દેવોદ્વારા આપનું યશોગાન કરવામાં આવે છે તે સાંભળવા માટે ઉત્સુક થઈને જ
જાણે હરણે ચન્દ્રનો આશ્રય લીધો છે, એમ હું સમજું છું. ૪૫.
(आर्या )
अलियं कमले कमला कमकमले तुह जिणिंद सा वसइ ।
णहकिरणणिहेण घडंति णयजणे से कडक्खछडा ।।४६।।
અનુવાદઃ — હે જિનેન્દ્ર! કમળમાં લક્ષ્મી રહે છે એમ કહેવું અસત્ય છે; કારણ
કે તે તો આપના ચરણકમળમાં રહે છે, તેથી જ તો નમસ્કાર કરતા જનો ઉપર
આપના નખોના કિરણોના બ્હાને તેના નેત્રકટાક્ષોની કાન્તિ સંગ પામી શકે છે. ૪૬.
(आर्या )
जे कयकुवलयहरिसे तुमम्मि विद्देसिणो स ताणं पि ।
दोसो ससिम्मि वा आहयाण जह वाहिआवरणं ।।४७।।
અનુવાદઃ — હે જિનેન્દ્ર! કુવલય અર્થાત્ ભૂમંડળને હર્ષિત કરનાર આપના
વિષયમાં જે વિદ્વેષ રાખે છે તે તેમનો જ દોષ છે. જેમ – કુવલય (કુમુદ)ને પ્રફુલ્લિત
કરનાર ચન્દ્રના વિષયમાં જે મૂર્ખ બહારનું આવરણ કરે છે તો તે તેમનો જ દોષ
હોય છે, નહિ કે ચન્દ્રનો. અભિપ્રાય એમ છે કે જેવી રીતે કોઈ ચન્દ્રનો પ્રકાશ
૨૯૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ