Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 48-51 (13. Rhushabha Stoatra).

< Previous Page   Next Page >


Page 293 of 378
PDF/HTML Page 319 of 404

 

background image
(ચાંદની) રોકવા માટે જો બાહ્ય આવરણ કરે છે તો તે તેનો જ દોષ ગણવામાં
આવે છે, નહિ કે ચન્દ્રનો, કારણ કે તે તો સ્વભાવે પ્રકાશક અને આહ્લાદજનક
જ છે. એવી જ રીતે જો કોઈ અજ્ઞાની જીવ આપને પામીને પણ આત્મહિત કરતો
નથી તો એ તેનો જ દોષ છે, નહિ કે આપનો. કારણ કે આપ તો સ્વભાવથી
બધા જ પ્રાણીઓના હિતકારક છો. ૪૭.
(आर्या )
को इह हि उव्वरंतो जिण जयसंहरणमरणवणसिहिणो
तुह पयथुइणिज्झरणी वारणमिणमो ण जइ होंति ।।४८।।
અનુવાદઃહે જિન! જો આપના ચરણોની સ્તુતિરૂપ આ નદી રોકનારી
(ઓલવનારી) ન હોત તો પછી અહીં જગતનો સંહાર કરનારી મૃત્યુરૂપ દાવાગ્નિથી
કોણ બચી શકતું હતું? અર્થાત્ કોઈ બાકી ન રહી શકત. ૪૮.
(आर्या )
करजुवलकमलमउले भालत्थे तुह पुरो कए वसइ
सग्गापवग्गकमला कुणंति तं तेण सप्पुरिसा ।।४९।।
અનુવાદઃહે ભગવન્! આપની આગળ નમસ્કાર કરતી વખતે મસ્તક ઉપર
સ્થિત બન્ને હાથરૂપ કમળની કળીમાં સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી નિવાસ કરે છે, તેથી
સજ્જન પુરુષ તેને (બન્ને હાથ કપાળ ઉપર સ્થિત) કર્યા કરે છે. ૪૯.
(आर्या )
वियलइ मोहणधूली तुह पुरओ मोहठगपरिट्ठविया
पणवियसीसाओ तआ पणवियसीसा बुहा होंति ।।५०।।
અનુવાદઃહે જિનેન્દ્ર! તમારી આગળ નમ્રીભૂત થયેલા શિરથી મોહરૂપ
ઠગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી મોહનધૂળ (મોહ પમાડનારી ધૂળ) નાશ પામી
જાય છે, તેથી વિદ્વાનો શિર નમાવીને આપને નમસ્કાર કરે છે. ૫૦.
(आर्या )
बंभप्पमुहा सण्णा सव्वा तुह जे भणंति अण्णस्स
ससिजोण्हा खज्जोए जडेहि जोडिज्जए तेहिं ।।५१।।
અધિકાર૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૯૩