અનુવાદઃ — હે ભગવન્! જે લોકો આપના બ્રહ્મા આદિ સર્વ નામોને બીજા
(વિધાતા આદિ) ના બતાવે છે તે મૂર્ખ જાણે ચન્દ્રની ચાંદનીને આગિયા સાથે જોડે છે.
વિશેષાર્થઃ — જેમ આગિયાનો પ્રકાશ કદી ચાંદની સમાન થઈ શકતો નથી તેવી જ રીતે
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઇત્યાદિ જે આપના સાર્થક નામ છે તે દેવરૂપે મનાતા બીજાઓના કદી
થઈ શકતા નથી. તે સર્વ તો આપના જ નામ છે. જેમ કે – त्वामव्यय विभुमचिन्त्संख्यमाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् ! योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।। बुद्धस्त्वमेव
विबुधार्चितबुद्धिबोधात्त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । धातासि धीर शिवमार्गविधेर्विधानाद् व्यक्तं त्वमेव
भगवन् पुरुषोत्तमोऽसि [भक्तामर० २४-२५] ।। ૫૧.
(आर्या )
तं चेव मोक्खपयवी तं चिय सरणं जणस्स सव्वस्स ।
तं णिक्वारणविज्जो जाइजरामरणवाहिहरो ।।५२।।
અનુવાદઃ — હે જિનેન્દ્ર! તમે જ મોક્ષમાર્ગ છો. તમે જ સર્વ પ્રાણીઓને
શરણભૂત છો; તથા તમે જ જન્મ, જરા અને મરણરૂપ વ્યાધિને નષ્ટ કરનાર નિસ્વાર્થ
વૈદ્ય છો. ૫૨.
(आर्या )
किच्छाहिं समुवलद्धे कयकिच्चा जम्मि जोइणो होंति ।
तं परमकारणं जिण ण तुमाहिंतो परो अस्थि ।।५३।।
અનુવાદઃ — હે અર્હન્! જે આપને કષ્ટપૂર્વક પ્રાપ્ત કરીને (જાણીને) યોગીજન
કૃતકૃત્ય થઈ જાય છે તે તમે જ તે કૃતકૃત્યતાના ઉત્કૃષ્ટ કારણ છો, તમારા સિવાય
બીજા કોઈ તેનું કારણ થઈ શકતું નથી. ૫૩.
(आर्या )
सुहमो सि तह ण दीससि जह पहु परमाणुपेच्छएहिं पि ।
गुरुवो तह बोहमए जह तइ सव्वं पि संमायं ।।५४।।
અનુવાદઃ — હે પ્રભો! તમે એવા સૂક્ષ્મ છો કે જેથી પરમાણુને દેખનારા પણ
તમને દેખી શકતા નથી તથા તમે એવા સ્થૂળ છો કે જેથી અનંત જ્ઞાનસ્વરૂપ આપમાં
આખું ય વિશ્વ સમાઈ જાય છે. ૫૪.
૨૯૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ