(आर्या )
णीसेसवत्थुसत्थे हेयमहेयं णिरूवमाणस्स ।
तं परमप्पा सारो सेसमसारं पलालं वा ।।५५।।
અનુવાદઃ — હે ભગવન્! સમસ્ત વસ્તુઓના સમૂહમાં આ હેય છે અને આ
ઉપાદેય છે, એવું નિરૂપણ કરનાર શાસ્ત્રનો સાર તમે પરમાત્મા જ છો, બાકી બધુ
પરાળ (પૂળા) સમાન નિઃસાર છે. ૫૫.
(आर्या )
धरइ परमाणुलीलं जग्गब्भे तिहुयणं पि तं पि णहं ।
अंतो णाणस्स तुह इयरस्स ण एरिसी महिमा ।।५६।।
અનુવાદઃ — હે સર્વજ્ઞ! જે આકાશના ગર્ભમાં ત્રણે ય લોક પરમાણુની લીલા
ધારણ કરે છે અર્થાત્ પરમાણુ સમાન જણાય છે, તે આકાશ પણ આપના જ્ઞાનમાં
પરમાણુ જેવું લાગે છે. આવો મહિમા બ્રહ્મા-વિષ્ણુ વગેરે કોઈ બીજાનો નથી. ૫૬.
(आर्या )
भुवणत्थुय थुणइ जइ जए सरस्सई संतयं तुहं तह वि ।
ण गुणंतं लहइ तहिं को तरइ जडो जणो अण्णो ।।५७।।
અનુવાદઃ — હે ભુવનસ્તુત! જો સંસારમાં તમારી સ્તુતિ સરસ્વતી પણ નિરંતર
કરે તો પણ તે જો તમારા ગુણોનો અંત પામતી નથી તો પછી બીજો ક્યો મૂર્ખ
મનુષ્ય તે ગુણસમુદ્રમાં તરી શકે? અર્થાત્ આપના સર્વ ગુણોની સ્તુતિ કોઈ પણ કરી
શકતું નથી. ૫૭.
(आर्या )
खयरि व्व संचरंती तिहुयणगुरु तुह गुणोहगयणम्मि ।
दूरं पि गया सुइरं कस्स गिरा पत्तपेरंता ।।५८।।
અનુવાદઃ — હે ત્રિભુવનપતે! આપના ગુણસમૂહરૂપ આકાશમાં પક્ષિણી
(અથવા વિદ્યાધરી) સમાન ચિરકાળથી સંચાર કરનારી કોઈની વાણીએ દૂર જઈને
પણ શું તેનો (આકાશનો, ગુણસમૂહનો) અંત મેળવ્યો છે? અભિપ્રાય એ છે કે જેમ
અધિકાર – ૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૯૫