પક્ષી ચિરકાળ સુધી ગમન કરીને પણ આકાશનો અંત પામતું નથી તેવી જ રીતે
ચિરકાળ સુધી સ્તુતિ કરીને પણ કોઈની વાણી આપના ગુણોનો અંત પામી શકતી
નથી. ૫૮.
(आर्या )
जत्थ असक्को सक्को अणीसरो ईसरो फणीसो वि ।
तुह थोत्ते तत्थ कई अहममई तं खमिज्जासु ।।५९।।
અનુવાદઃ — હે ભગવન્! તમારા જે સ્તોત્રના વિષયમાં ઇન્દ્ર અશક્ત છે,
ઇશ્વર (મહાદેવ) અનીશ્વર (અસમર્થ) છે તથા ધરણેન્દ્ર પણ અસમર્થ છે; તે તારા
સ્તોત્રના વિષયમાં હું નિર્બુદ્ધિ કવિ (કેવી રીતે) સમર્થ થઈ શકું? અર્થાત્ થઈ શકું
નહિ. તેથી ક્ષમા કરો. ૫૯.
(आर्या )
तं भव्वपोमणंदी तेयणिही णेसरु व्व णिद्दोसो ।
मोहंधयारहरणे तुह पाया मम पसीयंतु ।।६०।।
અનુવાદઃ — હે જિન! તમે સૂર્ય સમાન પદ્મનન્દી અર્થાત્ ભવ્યજીવોરૂપ
કમળોને આનંદિત કરનાર, તેજના ભંડાર અને નિર્દોષ અર્થાત્ અજ્ઞાનાદિ દોષરહિત
(સૂર્યના પક્ષે – દોષો રહિત) છો. તમારા પાદ (ચરણ) સૂર્યના પાદ (કિરણો) સમાન
મારા મોહરૂપ અંધકારનો નાશ કરવામાં પ્રસન્ન થાવ. ૬૦.
આ રીતે ૠષભસ્તોત્ર સમાપ્ત થયું. ૧૩.
૨૯૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ