૧૪. જિનવર સ્તવન
[१४. जिनवरस्तवनम् ]
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर सहलीहूआइं मज्झ णयणाइं ।
चित्तं गत्त च लहुं अमिएण व सिंचियं जायं ।।१।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં મારા નેત્ર સફળ થઈ ગયા તથા
મન અને શરીર તરત જ અમૃત સિંચાઈ ગયા હોય તેમ શાન્ત થઈ ગયા છે. ૧.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर दिट्ठिहरासेसमोहतिमिरेण ।
तह णट्ठं जइ दिट्ठं जहट्ठियं तं मए तच्चं ।।२।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં દર્શનમાં બાધા પહોંચાડનાર
સમસ્ત મોહ (દર્શનમોહ) રૂપ અંધકાર એવી રીતે નષ્ટ થઈ ગયો છે કે જેથી મેં
જેવું છે તેવું તત્ત્વ જોઈ લીધું છે – સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લીધું છે. ૨.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर परमाणंदेण पूरियं हिययं ।
मज्झ तहा जह मण्णे मोक्खं पिव पत्तमप्पाणं ।।३।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારૂં અંતઃકરણ એવા ઉત્કૃષ્ટ
આનંદથી પરિપૂર્ણ થઈ ગયું છે કે જેથી હું મને મુક્તિ પ્રાપ્ત થયેલ જ સમજું
છું. ૩.
૨૯૭