(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर णट्ठं चिय मण्णियं महापावं ।
रविउग्ग्मे णिसाए ठाइ तमो कित्तियं कालं ।।४।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં હું મહાપાપને નષ્ટ થયેલું જ
માનું છું. બરાબર છે — સૂર્યનો ઉદય થતાં રાત્રિનો અંધકાર ભલા કેટલો વખત ટકી
શકે છે? અર્થાત્ ટકતો નથી, તે સૂર્યનો ઉદય થતાં જ નષ્ટ થઈ જાય છે. ૪.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर सिज्झइ सो को वि पुण्णपब्भारो ।
होइ जणो जेण पहु इहपरलोयत्थसिद्धीणं ।।५।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં એવો કોઈ અપૂર્વ પુણ્યનો સમૂહ
સિદ્ધ થાય છે કે જેથી પ્રાણી આ લોક અને પરલોક સંબંધી ઇષ્ટ સિદ્ધિઓનો સ્વામી
બની જાય છે. ૫.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर मण्णे तं अप्पणो सुकयलाहं ।
होही सो जेणासरिससुहणिही अक्खओ मोक्खो ।।६।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં હું મને એવા પુણ્યલાભવાળો માનું
છું કે જેથી મને અનુપમ સુખના ભંડારસ્વરૂપ તે અવિનશ્વર મોક્ષ પ્રાપ્ત થશે. ૬.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर संतोसो मज्झ तह परो जाओ ।
इंदविहवो वि जणइ ण तण्हालेसं पि जह हियए ।।७।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મને એવો ઉત્કૃષ્ટ સંતોષ ઉત્પન્ન
થયો છે કે જેથી મારા હૃદયમાં ઇન્દ્રનો વૈભવ પણ લેશમાત્ર તૃષ્ણા ઉત્પન્ન કરતો
નથી. ૭.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर वियारपडिवज्जिए परमसंते ।
जस्स ण हिट्ठी दिट्ठी तस्स ण णवजम्मविच्छेओ ।।८।।
૨૯૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ