૧૬. સ્વયંભૂસ્તુતિ
[१६. स्वयंभूस्तुति ]
(वंशस्थ)
स्वयंभुवा येन समुद्धतं जगज्जडत्वकूपे पतितं प्रमादतः ।
परात्मतत्त्वप्रतिपादनोल्लसद्वचोगुणैरादिजिनः स सेव्यताम् ।।१।।
અનુવાદ : સ્વયંભૂ અર્થાત્ પોતે જ પ્રબોધને પ્રાપ્ત થયેલા જે આદિ
(ૠષભ) જિનેન્દ્રે, પ્રમાદને વશ થઈને અજ્ઞાનતારૂપ કૂવામાં પડેલા જગતના
પ્રાણીઓનો પરતત્ત્વ અને આત્મતત્ત્વ (અથવા ઉત્કૃષ્ટ આત્મતત્ત્વ)ના ઉપદેશમાં
શોભાયમાન વચનરૂપ ગુણોથી ઉદ્ધાર કર્યો છે, તે આદિ જિનેન્દ્રની આરાધના કરવી
જોઈએ.
વિશેષાર્થ : અહીં શ્લોકમાં યોજાયેલી ગુણ શબ્દના બે અર્થ છે – હિતકારત્વ આદિ
ગુણ અને દોરડું. તેનો અભિપ્રાય એ છે કે જેમ કોઈ મનુષ્ય જો અસાવધાનીથી કૂવામાં પડી
જાય છે તો બીજા દયાળુ મનુષ્ય કૂવામાં દોરડું નાખીને તેની મદદથી તેમને બહાર કાઢી લે
છે. એ જ રીતે ભગવાન આદિ જિનેન્દ્રે જે અનેક પ્રાણી અજ્ઞાન વશ થઈને ધર્મના માર્ગથી
વિમુખ થઈ રહ્યા થકા કષ્ટ ભોગવી રહ્યા હતા તેમનો હિતોપદેશ દ્વારા ઉદ્ધાર કર્યો હતો –
તેમને મોક્ષમાર્ગમાં લગાવ્યા હતા. તેમણે તેમને એવા વચનો દ્વારા પદાર્થનું સ્વરૂપ સમજાવ્યું
હતું કે જે હિતકારક હોવા ઉપરાંત તેમને મનોહર પણ લાગતું હતું. ‘हितं मनोहारि च दुर्लभं
वचः’ આ કથન અનુસાર એ સર્વ સાધારણને સુલભ નથી. ૧.
(वंशस्थ)
भवारिरेको न पराऽस्ति देहिनां सुहृच्च रत्नत्रयमेक एव हि ।
स दुर्जयो येन जितस्तदाश्रयात्ततोऽजितान्मे जिनतोऽस्तु सत्सुखम् ।।२।।
અનુવાદ : પ્રાણીઓનો સંસાર જ એક ઉત્કૃષ્ટ શત્રુ તથા રત્નત્રય જ એક
૩૧૭