Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3-6 (16. Svayambhoo Stuti).

< Previous Page   Next Page >


Page 318 of 378
PDF/HTML Page 344 of 404

 

background image
ઉત્કૃષ્ટ મિત્ર છે. એના સિવાય બીજા કોઈ શત્રુ અથવા મિત્ર નથી. જેણે તે
રત્નત્રયરૂપ મિત્રના અવલંબનથી તે દુર્જય સંસારરૂપ શત્રુને જીતી લીધો છે તે
અજિત જિનેન્દ્રથી મને સમીચીન સુખ પ્રાપ્ત થાવ. ૨.
(वंशस्थ)
पुनातु नः संभवतीर्थकृज्जिनः पुनः पुनः संभवदुःखदुःखिताः
तदर्तिनाशाय विमुक्तिवर्त्मनः प्रकाशकं यं शरणं प्रपेदिरे ।।।।
અનુવાદ : વારંવાર જન્મમરણરૂપ સંસારના દુઃખથી પીડિત પ્રાણી તે પીડા
દૂર કરવા માટે મોક્ષમાર્ગ પ્રકાશિત કરનાર જે સંભવનાથ તીર્થંકરના શરણને પામ્યા
હતા તે સંભવ જિનેન્દ્ર અમને પવિત્ર કરો. ૩.
(वंशस्थ)
निजैर्गुणैरप्रतिमैर्महानजो न तु त्रिलोकीजनतार्चनेन यः
यतो हि विश्वं लघु तं विमुक्तये नमामि साक्षादभिनन्दनं जिनम् ।।।।
અનુવાદ : અજ અર્થાત્ જન્મમરણ રહિત જે અભિનન્દન જિનેન્દ્ર પોતાના
અનુપમ ગુણો દ્વારા મહિમા પામ્યા છે, નહિ કે ત્રણે લોકના પ્રાણીઓ દ્વારા કરવામાં
આવતી પૂજાથી; તથા જેની આગળ વિશ્વ તુચ્છ છે અર્થાત્ જે પોતાના અનન્તજ્ઞાન
દ્વારા સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણે
દેખે છે તે અભિનંદન જિનને હું મુક્તિની પ્રાપ્તિ
માટે નમસ્કાર કરું છું. ૪.
(वंशस्थ)
नयप्रमाणादिविधानसद्घटं प्रकाशितं त तत्त्वमतीव निर्मलम्
यतस्त्वया तत्सुमतेऽत्र तावकं तदन्वयं नाम नमो ऽस्तु ते जिनः ।।।।
અનુવાદ : હે સુમતિ જિનેન્દ્ર! આપે નય અને પ્રમાણ આદિની વિધિથી સંગત
તત્ત્વ (વસ્તુ સ્વરૂપ) અતિશય નિર્દોષ રીતે પ્રકાશિત કર્યું હતું, માટે જ આપનું સુમતિ
(
सु शोभना मतिर्यस्यासौ सुमतिः=ઉત્તમ બુદ્ધિમાન) એ નામ સાર્થક છે. હે જિન! આપને
નમસ્કાર હો. ૫.
(वंशस्थ)
रराज पद्मप्रभतीर्थकृत्सदस्यशेषलोकत्रयलोकमध्यगः
नभस्युडुव्रातयुतः शशी यथा वचो ऽमृतैर्वर्षति यः स पातुनः ।।।।
૩૧[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ