અનુવાદ : જેમ આકાશમાં તારાઓના સમૂહથી યુક્ત થઈને ચંદ્ર શોભે છે
તેવી જ રીતે જે પદ્મપ્રભ તીર્થંકરના સમવસરણ સભામાં ત્રણે લોકના સમસ્ત
પ્રાણીઓની વચ્ચે સ્થિત થઈને શોભાયમાન થયા હતા તથા જેમણે ત્યાં વચનરૂપી
અમૃતની વર્ષા કરી હતી તે પદ્મપ્રભ જિનેન્દ્ર અમારી રક્ષા કરો. ૬.
(वंशस्थ)
नरामराहीश्वरपीडने जयी धृतायुधो धीरमना झषध्वजः ।
विनापि शस्त्रैर्ननु येन निर्जितो जिनं सुपार्श्वं प्रणमामि तं सदा ।।७।।
અનુવાદ : જે સાહસી મીનકેતુ (કામદેવ) શસ્ત્ર ધારણ કરી ચક્રવર્તી, ઇન્દ્ર અને
ધરણેન્દ્રને પણ પીડિત કરીને તેમના ઉપર વિજય મેળવે છે એવા તે કામદેવ સુભટને પણ
જેમણે શસ્ત્ર વિના જ જીતી લીધો તે સુપાર્શ્વ જિનને હું સદા પ્રણામ કરું છું.
વિશેષાર્થ : સંસારમાં કામદેવ (વિષય વાસના) અત્યંત પ્રબળ મનાય છે. બીજાઓની
તો વાત જ શી છે? પરંતુ ઇન્દ્ર, ધરણેન્દ્ર અને ચક્રવર્તી આદિ પણ તેને વશ (થયેલા) દેખવામાં
આવે છે. એવા સુભટ તે કામદેવ ઉપર તેઓ જ વિજય મેળવી શકે છે જેમના હૃદયમાં આત્મ –
પરનો વિવેક જાગૃત છે. ભગવાન સુપાર્શ્વ એવા જ વિવેકી મહાપુરુષ હતા. તેથી તેમને ઉક્ત કામદેવ
ઉપર વિજય મેળવવા માટે કોઈ શસ્ત્રાદિની પણ જરૂર ન પડી. તેમણે એક માત્ર વિવેકબુદ્ધિથી તેને
હરાવી દીધો હતો. માટે તે નમસ્કાર કરવાને યોગ્ય છે. ૭.
(वंशस्थ)
शशिप्रभो वागमृतांशुभिः शशी परं कदाचिन्न कलङ्कसंगतः ।
न चापि दोषाकरतां ययौ यतिर्जयत्यसौ संसृतितापनाशनः ।।८।।
અનુવાદ : ચન્દ્રમા સમાન પ્રભાવાળા ચન્દ્રપ્રભ જિનેન્દ્ર જો કે વચનરૂપ
અમૃતના કિરણોથી ચન્દ્રમા હતા, પરંતુ જેમ ચન્દ્રમા કલંક (કાળા ચિહ્ન) સહિત છે
તેમ તેઓ કલંક (પાપ – મળ) સહિત કદી નહોતા, તથા જેમ ચન્દ્રમા દોષકર (રાત્રિ
કરનાર) છે તેમ તેઓ દોષકર (દોષોની ખાણ) નહોતા. અર્થાત્ તેઓ અજ્ઞાનાદિ સર્વ
દોષરહિત હતા. તે સંસારનો સંતાપ નષ્ટ કરનાર ચન્દ્રપ્રભ મુનીન્દ્ર જયવંત હો. ૮.
(वंशस्थ)
यदीयपादद्वितयप्रणामतः पतत्यधो मोहनधूलिरङ्किनाम् ।
शिरोगता मोहठकप्रयोगतः स पुष्पदंतः सततं प्रणम्यते ।।९।।
અધિકાર – ૧૬ઃ સ્વયંભૂસ્તુતિ ]૩૧૯