Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 10-12 (16. Svayambhoo Stuti).

< Previous Page   Next Page >


Page 320 of 378
PDF/HTML Page 346 of 404

 

background image
અનુવાદ : જેના બન્ને ચરણોમાં નમસ્કાર કરતી વખતે મોહરૂપ ઠગના
પ્રયત્નથી પ્રાણીઓના શિરમાં સ્થિત થયેલ મોહન ધૂળ (મોહજનક પાપરજ) નીચે
પડી જાય છે તે પુષ્પદંત ભગવાનને હું નિરન્તર પ્રણામ કરૂં છું.
વિશેષાર્થ : પ્રાણીઓના મસ્તકમાં જે અજ્ઞાનતાને કારણે અનેક પ્રકારના દુર્વિચાર ઉત્પન્ન
થાય છે તે જિનેન્દ્ર ભગવાનના નામસ્મરણ, ચિન્તન અને વંદનથી નષ્ટ થઈ જાય છે. અહીં ઉપર્યુક્ત
દુર્વિચારોમાં મોહ દ્વારા સ્થાપિત ધૂળનો આરોપ કરીને આ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે મોહદ્વારા
જે પ્રાણીઓના મસ્તક ઉપર મોહનધૂળ સ્થાપવામાં આવે છે તે જાણે કે પુષ્પદંત જિનેન્દ્રને પ્રણામ
કરવાથી (મસ્તક નમાવવાથી) અનાયાસે જ નષ્ટ થઈ જાય છે. ૯.
(वंशस्थ)
सतां यदीयं वचनं सुशीतलं यदेव चन्द्रादपि चन्दनादपि
तदत्र लोके भवतापहारि यत् प्रणम्यते किं न स शीतलो जिनः ।।१०।।
અનુવાદ : લોકમાં જેમના વચન સજ્જન પુરુષોને માટે ચન્દ્ર અને ચન્દનથી
પણ અધિક શીતળ તથા સંસારનો તાપ નષ્ટ કરનાર છે તે શીતલ જિનને શું પ્રણામ
ન કરવા જોઈએ? અર્થાત્ અવશ્ય જ તે પ્રણામ કરવા યોગ્ય છે. ૧૦.
(वंशस्थ)
जगत्त्रये श्रेय इतो ह्ययादिति प्रसिद्धनामा जिन एष वन्द्यते
यतो जनानां बहुभक्तिशालिनां भवन्ति सर्वे सफला मनोरथाः ।।११।।
અનુવાદ : ત્રણે લોકમાં પ્રાણીઓ આ શ્રેયાંસ જિન દ્વારા શ્રેય અર્થાત્
કલ્યાણને પ્રાપ્ત થયા છે, તેથી જે ‘શ્રેયાન્’ એવા સાર્થક નામે પ્રસિદ્ધ છે તથા જેના
નિમિત્તે અનેક ભક્તિ કરનાર મનુષ્યોના સર્વ મનોરથ (અભિલાષાઓ) સફળ થાય
છે તે શ્રેયાંસ જિનેન્દ્રને પ્રણામ કરૂં છું. ૧૧.
(वंशस्थ)
पदाब्जयुग्मे तव वासुपूज्य तज्जनस्य पुण्यं प्रणतस्य तद्भवेत्
यतो न सा श्रीरिह हि त्रिविष्टपे न तत्सुखं यन्न पुरः प्रधावति ।।१२।।
અનુવાદ : હે વાસુપૂજ્ય! તારા ચરણ યુગલમાં પ્રણામ કરતાં પ્રાણીને તે
પુણ્ય ઉત્પન્ન થાય છે જેનાથી ત્રણે લોકમાં અહીં એવી કોઈ લક્ષ્મી નથી અને એવું
કોઈ સુખ પણ નથી કે જે તેની આગળ દોડતું ન હોય.
૩૨૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ