વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે વાસુપૂજ્ય જિનેન્દ્રના ચરણકમળમાં નમસ્કાર કરવાથી
જે પુણ્યબંધ થાય છે તેનાથી સર્વ પ્રકારની લક્ષ્મી અને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ૧૨.
(वंशस्थ)
मलेर्विमुक्तो विमलो न कैर्जिनो यथार्थनामा भुवने नमस्कृतः ।
तदस्य नामस्मृतिरप्यसंशयं करोति वैमल्यमघात्मनामपि ।।१३।।
અનુવાદ : જે વિમળ જિનેન્દ્ર કર્મ – મળ રહિત થઈને ‘વિમળ’ એવું સાર્થક નામ
ધારણ કરે છે તેમને લોકમાં ભલા ક્યા ભવ્ય જીવોએ નમસ્કાર નથી કર્યા? અર્થાત્ બધા
ભવ્ય જીવોએ તેમને નમસ્કાર કર્યા છે. તેથી તેમના નામનું સ્મરણ પણ નિશ્ચયથી પાપી
જીવોને પણ તે પાપ – મળ નષ્ટ કરીને તેમને વિમળ (નિર્મળ) કરે છે. ૧૩.
(वंशस्थ)
अनन्तबोधादिचतुष्टयात्मकं दधाम्यनन्तं हृदि तद्गुणाशया ।
भवेद्यदर्थी ननु तेन सेव्यते तदन्वितो भूरितृषेव सत्सरः ।।१४।।
અનુવાદ : જે અનંતજિન અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય
આ અનંતચતુષ્ટયસ્વરૂપ છે તેને હું તે જ ગુણો (અનંતચતુષ્ટય) પ્રાપ્ત કરવાની ઇચ્છાથી
હૃદયમાં ધારણ કરું છું. બરાબર પણ છે – જે જે ગુણના અભિલાષી હોય છે તે તે
જ ગુણયુક્ત મનુષ્યની સેવા કરે છે. જેમ કે – અતિશય તરસવાળો અર્થાત્ પાણીનો
અભિલાષી મનુષ્ય ઉત્તમ તળાવની સેવા કરે છે. ૧૪.
(वंशस्थ)
नमोऽस्तु धर्माय जिनाय मुक्तये सुधर्मतीर्थप्रविधायिने सदा ।
यमाश्रितो भव्यजनो ऽतिदुर्लभां लभेत कल्याणपरंपरां पराम् ।।१५।।
અનુવાદ : જે ધર્મનાથ જિનેન્દ્રના શરણે ગયેલા ભવ્ય જીવ અતિશય દુર્લભ
ઉત્કૃષ્ટ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરે છે એવા તે ઉત્તમ ધર્મતીર્થના પ્રવર્તક ધર્મનાથ
જિનેન્દ્રને હું મુક્તિપ્રાપ્તિની ઇચ્છાથી નમસ્કાર કરૂં છું. ૧૫.
(वंशस्थ)
विधाय कर्मक्षयमात्मशान्तिकृज्जगत्सु यः शान्तिकरस्ततो ऽभवत् ।
इति स्वमन्यं प्रति शान्तिकारणं नमामि शान्तिं जिनमुन्नतश्रियम् ।।१६।।
અધિકાર – ૧૬ઃ સ્વયંભૂસ્તુતિ ]૩૨૧