અનુવાદ : જે શાન્તિનાથ જિનેન્દ્ર કર્મોનો નાશ કરીને પ્રથમ તો પોતે પોતાની
શાન્તિ કરનાર થયા અને ત્યાર પછી જગત્ના બીજા પ્રાણીઓને પણ શાન્તિનું કારણ
થયા. આ રીતે જે સ્વ અને પર બન્નેની ય શાન્તિનું કારણ છે તે ઉત્કૃષ્ટ લક્ષ્મી
(સમવસરણાદિરૂપ બાહ્ય તથા અનંતચતુષ્ટયસ્વરૂપ અંતરંગ લક્ષ્મી) યુક્ત શાન્તિનાથ
જિનેન્દ્રને હું નમસ્કાર કરૂં છું. ૧૬.
(वंशस्थ)
दयाङ्गिनां चिद् द्वितयं विमुक्तये परिग्रहद्वन्द्वविमोचनेन तत् ।
विशुद्धमासीदिह यस्य मादृशां स कुन्थुनाथो ऽस्तु भवप्रशान्तये ।।१७।।
અનુવાદ : સંસારમાં જે કુન્થુનાથ જિનેન્દ્રને મુક્તિ માટે અંતરંગ અને બાહ્ય
બન્ને ય પ્રકારના પરિગ્રહ છોડી દેવાથી પ્રાણીઓની દયા અને ચૈતન્ય (કેવળજ્ઞાન)
આ બે વિશુદ્ધ ગુણ પ્રગટ થયા હતા તે કુંથુનાથ જિનેન્દ્ર મારા જેવા છદ્મસ્થ પ્રાણીઓને
સંસારની શાન્તિ (નાશ)નું કારણ થાવ. ૧૭.
(वंशस्थ)
विभान्ति यस्याङ्घ्रिनखा नमत्सुरस्फु रच्छिरोरत्नमहो ऽधिकप्रभाः ।
जगद्गृहे पापतमोविनाशना इव प्रदीपाः स जिनो जयत्यरः ।।१८।।
અનુવાદ : નમસ્કાર કરતા દેવોના પ્રકાશમાન શિરોરત્ન (ચૂડામણિ)ની કાન્તિથી
અધિક કાન્તિવાળા જેના પગોના નખ, સંસારરૂપ ઘરમાં પાપરૂપ અંધકાર નષ્ટ કરનાર
દીપક સમાન શોભાયમાન થાય છે તે અરનાથ જિનેન્દ્ર જયવંત હો. ૧૮.
(वंशस्थ)
सुहृत्सुखी स्यादहितः सुदुःखितः स्वतो ऽप्युदासीनतमादपि प्रभोः ।
यतः स जीयाज्जिनमल्लिरेकतां गतो जगद्विस्मयकारिचेष्टितः ।।१९।।
અનુવાદ : અત્યંત ઉદાસીનતા (વીતરાગતા) ને પ્રાપ્ત થયેલ હોવા છતાં પણ
જે મલ્લિ પ્રભુના નિમિત્તે મિત્ર સ્વયં સુખી અને શત્રુ સ્વયં અતિશય દુઃખી થાય
છે, આ રીતે જેમની પ્રવૃત્તિ વિશ્વને માટે આશ્ચર્યજનક છે તથા જે અદ્વૈતભાવને પ્રાપ્ત
થયા છે તે મલ્લિ જિનેન્દ્ર જયવંત થાવ.
૩૨૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ