વિશેષાર્થ : જે પ્રાણી શત્રુને દુઃખી અને મિત્રને સુખી કરે છે તે કદી ઉદાસીન રહી
શકતો નથી. પરંતુ મલ્લિ જિનેન્દ્ર ન તો શત્રુ પ્રત્યે દ્વેષ રાખતા હતા અને ન મિત્ર પ્રત્યે અનુરાગ.
છતાં પણ તેમનો ઉત્કર્ષ જોઈને તેઓ સ્વભાવથી જ ક્રમશઃ દુઃખી અને સુખી થતા હતા. તેથી
અહીં તેમની પ્રવૃત્તિને આશ્ચર્યકારી કહેવામાં આવી છે. ૧૯.
(वंशस्थ)
विहाय नूनं तृणवत्स्वसंपदं मुनिर्व्रतैर्यो ऽभवदत्र सुव्रतः ।
जगाम तद्धाम विरामवर्जितं सुबोधदृङ्मे स जिनः प्रसीदतु ।।२०।।
અનુવાદ : જે મુનિસુવ્રત અહીં પોતાની સંપત્તિ તૃણ સમાન છોડીને વ્રતો
(મહાવ્રતો) દ્વારા સુવ્રત (ઉત્તમ વ્રતોના ધારક) મુનિ થયા હતા અને ત્યારપછી તે
અવિનશ્વર પદ (મોક્ષ) પણ પામ્યા હતા તે સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શનથી વિભૂષિત
મુનિસુવ્રત જિનેન્દ્ર મારા ઉપર પ્રસન્ન થાવ. ૨૦.
(वंशस्थ)
परं परायत्ततयातिदुर्बलं चलं खसौख्यं यदसौख्यमेव तत् ।
अदः प्रमुच्यात्मसुखे कृतादरो नमिर्जिनो यः स ममास्तु मुक्तये ।।२१।।
અનુવાદ : જે ઇન્દ્રિયસુખ પર (કર્મ) ને આધીન હોવાના કારણે આત્માથી
પર અર્થાત્ ભિન્ન છે, અતિશય દુર્બળ છે તથા વિનશ્વર છે તે વાસ્તવમાં દુઃખરૂપ
જ છે. જેણે તે ઇન્દ્રિયસુખ છોડીને આત્મિક સુખના વિષયમાં આદર કર્યો હતો તે
નેમિનાથ જિનેન્દ્ર મારા માટે મુક્તિનું કારણ થાવ. ૨૧.
(वंशस्थ)
अरिष्टसंकर्तनचक्रनेमिताम् उपागतो भव्यजनेषु यो जिनः ।
अरिष्टनेमिर्जगतीति विश्रुतः स ऊर्जयन्ते जयतादितः शिवम् ।।२२।।
અનુવાદ : જે અશુભકર્મ કાપવા માટે ચક્રની ધાર સમાન હોવાથી જગતમાં
ભવ્ય જીવો વચ્ચે ‘અરિષ્ટનેમિ’ એવા સાર્થક નામથી પ્રસિદ્ધ થઈને ગિરનાર પર્વત
ઉપરથી મુક્તિ પામ્યા છે તે નેમિનાથ જિનેન્દ્ર જયવંત હો. ૨૨.
(वंशस्थ)
यदूर्ध्वदेशे नभसि क्षणादहिप्रभोः फणारत्नकरैः प्रधावितम् ।
पदातिभिर्वा कमठाहतेः कृते करोतु पार्श्वः स जिनो ममामृतम् ।।२३।।
અધિકાર – ૧૬ઃ સ્વયંભૂસ્તુતિ ]૩૨૩