શરૂઆતમાં જૂગાર વગેરે વ્યસનોનો ત્યાગ કહેવામાં આવ્યો છે.
અગિયાર શ્રેણીઓ (પ્રતિમાઓ) છે. દર્શન, વ્રત, સામાયિક, પ્રૌષધોપવાસ, સચિત્તત્યાગ,
દિવાભુક્તિ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ, અને ઉદ્દિષ્ટ ત્યાગ. (૧)
વિશુદ્ધ સમ્યગ્દર્શન સાથે સંસાર, શરીર અને ઇન્દ્રિયના વિષયભોગોથી વિરક્ત થઈને પાક્ષિક
શ્રાવકના આચાર સન્મુખ થવું તેનું નામ દર્શન પ્રતિમા છે. (૨) માયા, મિથ્યાત્વ અને નિદાનરૂપ
ત્રણ શલ્યથી રહિત થઈને અતિચાર રહિત પાંચ અણુવ્રત અને સાત શીલવ્રતોને ધારણ કરવા તે
વ્રત પ્રતિમા કહેવાય છે. (૩) નિયમિત સમય સુધી હિંસાદિ પાંચે પાપોનો પૂર્ણરીતે ત્યાગ કરીને
અનિત્ય, અશરણ આદિ ભાવનાઓનો તથા સંસાર અને મોક્ષના સ્વરૂપ આદિનો વિચાર કરવો, તેને
સામાયિક કહે છે. ત્રીજી પ્રતિમાધારી શ્રાવક તે સવારે, બપોરે અને સાંજે નિયમિત રૂપે કરે છે.
(૪) પ્રત્યેક આઠમ અને ચૌદશે સોળ પહોર સુધી ચાર પ્રકારના ભોજન (અશન, પાન, ખાદ્ય અને
લેહ)ના પરિત્યાગનું નામ પ્રૌષધોપવાસ છે. અહીં પ્રોષધ શબ્દનો અર્થ એકાશન અને ઉપવાસનો
અર્થ સર્વ પ્રકારના ભોજનનો પરિત્યાગ છે. જેમ કે - જો આઠમને દિવસે પ્રોષધોપવાસ કરવાનો હોય
એકાશન જ કરવું જોઈએ. પ્રોષધોપવાસના સમયે હિંસાદિ પાપ સહિત શરીરશ્રૃંગારાદિનો પણ ત્યાગ
કરવો અનિવાર્ય હોય છે. (૫) જે વનસ્પતિઓ નિગોદના જીવથી વ્યાપ્ત હોય તેના ત્યાગને
સચિત્તત્યાગ કહેવામાં આવે છે. (૬) રાત્રે ભોજનનો પરિત્યાગ કરીને દિવસે જ ભોજન કરવાનો
નિયમ કરવો, એ દિવાભુક્તિપ્રતિમા કહેવાય છે. કેટલાક આચાર્યોના અભિપ્રાય પ્રમાણે દિવસે
મૈથુનના પરિત્યાગને દિવાભુક્તિ (છઠી પ્રતિમા) કહે છે. (૭) શરીરના સ્વભાવનો વિચાર કરીને
કામભોગથી વિરકત થવાનું નામ બ્રહ્મચર્ય પ્રતિમા છે. (૮) કૃષિ અને વેપાર આદિ આરંભના
પરિત્યાગને આરંભત્યાગ પ્રતિમા કહે છે. (૯) ધન - ધાન્યાદિરૂપ દસ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં
પરિગ્રહ અને આ લોક સંબંધી અન્ય કાર્યોના વિષયમાં સંમતિ ન દેવાનું નામ અનુમતિત્યાગ છે.
(૧૧) ગૃહવાસ છોડીને ભિક્ષાવૃત્તિથી ભોજન કરતાં ઉદ્દિષ્ટ ભોજનનો ત્યાગ કરવો તેને ઉદ્દિષ્ટત્યાગ
કહેવામાં આવે છે. આ પ્રતિમાઓમાં પૂર્વની પ્રતિમાઓનો નિર્વાહ થતાં જ આગળની પ્રતિમામાં
પરિપૂર્ણતા થાય છે, અન્યથા નહીં. ૧૪.
ज्ञातव्यं तदुपासकाध्ययनतो गेहिव्रतं विस्तरात्