तत्रापि व्यसनोज्झनं यदि तदप्यासूत्र्यते ऽत्रैव यत्
तन्मूलः सकलः सतां व्रतविधिर्याति प्रतिष्ठां पराम् ।।१५।।
અનુવાદ : આ પ્રતિમાઓ દ્વારા જે ગૃહસ્થ વ્રત (વિકળ ચારિત્ર)નું અહીં
આચાર્યોએ વિસ્તારપૂર્વક કથન કર્યું છે તેને જો અધિક વિસ્તારથી જાણવું હોય તો
ઉપાસકાધ્યયન અંગમાંથી જાણવું જોઈએ. ત્યાં પણ જે વ્યસનનો પરિત્યાગ બતાવવામાં
આવ્યો છે તેનો નિર્દેશ અહીં પણ કરી દેવામાં આવ્યો છે. એનું કારણ એ છે કે
સાધુઓના સમસ્ત વ્રત વિધાનાદિની ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા વ્યસનોના પરિત્યાગ ઉપર જ
આધાર રાખે છે. ૧૫.
(अनुष्टुप)
द्यूतमांससुरावेश्याखेटचौर्यपराङ्गनाः ।
महापापानि सप्तेति व्यसनानि त्यजेद्बुधः ।।१६।।
અનુવાદ : જુગાર, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી; આ રીતે
આ સાત મહાપાપરૂપ વ્યસન છે. બુદ્ધિમાન પુરુષે આ બધાનો ત્યાગ કરવો જોઈએ.
વિશેષાર્થ : ખરાબ ટેવને વ્યસન કહેવામાં આવે છે. આવા વ્યસન સાત છે — ૧ જુગાર
રમવો, ૨ માંસ ભક્ષણ કરવું, ૩ દારૂ પીવો, ૪ વેશ્યા સાથે સંબંધ રાખવો, ૫ શિકાર કરવો (મૃગ
વગેરે પશુઓના ઘાતમાં આનંદ માનવો), ૬ ચોરી કરવી અને ૭ અન્યની સ્ત્રી પ્રત્યે અનુરાગ રાખવો.
આ સાતે વ્યસન મહાપાપ ઉત્પન્ન કરનાર છે, તેથી વિવેકી જીવે એનો પરિત્યાગ અવશ્ય કરવો
જોઈએ. ૧૬.
(मालिनी)
भवनमिदमकीर्तेश्चौर्यवेश्यादिसर्व-
व्यसनपतिरशेषापन्निधिः पापबीजम् ।
विषमनरकमार्गेष्वग्रयायीति मत्वा
क इह विशदबुद्धिर्द्यूतमङ्गीकरोति ।।१७।।
અનુવાદ : આ જુગાર નિંદાનું સ્થાન છે, ચોરી અને વેશ્યા આદિ અન્ય સર્વ
વ્યસનોમાં મુખ્ય છે, સમસ્ત આપત્તિઓનું સ્થાન છે, પાપનું કારણ છે તથા દુઃખદાયક
નરકના માર્ગોમાં અગ્રગામી છે; આ રીતે જાણીને અહીં લોકમાં ક્યો નિર્મળ બુદ્ધિનો
૧૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ