Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 18-19 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 11 of 378
PDF/HTML Page 37 of 404

 

background image
ધારક મનુષ્ય ઉપર્યુક્ત જુગારનો સ્વીકાર કરે છે? અર્થાત્ નથી કરતો. જે દુર્બુદ્ધિ
મનુષ્ય છે તે જ આ અનેક આપત્તિઓના ઉત્પાદક જુગારને અપનાવે છે, વિવેકી
મનુષ્ય નહિ. ૧૭.
(शार्दूलविक्रीडित)
क्वाकीर्तिः क्व दरिद्रता क्व विपदः क्व क्रोधलोभादयः
चौर्यादिव्यसनं क्व च क्व नरके दुःखं मृतानां नृणाम्
चेतश्चेद्गुरुमोहतो न रमते द्यूते वदन्त्युन्नत
प्रज्ञा यद्भुवि दुर्णयेषु निखिलेष्वेतद्धुरि स्मर्यते ।।१८।।
અનુવાદ : જો ચિત્ત મહામોહથી જુગારમાં રમતું ન હોય તો પછી અપયશ
અથવા નિંદા ક્યાંથી થઈ શકે? ગરીબાઈ ક્યાં રહે? વિપત્તિઓ ક્યાંથી આવે? ક્રોધ અને
લોભ આદિ કષાયો ક્યાંથી ઉત્પન્ન થાય? ચોરી આદિ અન્ય અન્ય વ્યસન ક્યાં રહે?
તથા મરીને નરકોમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોને દુઃખ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? (અર્થાત્
જુગારથી વિરક્ત થયેલ મનુષ્યને ઉપર્યુક્ત આપત્તિઓમાંથી કોઈ પણ આપત્તિ પ્રાપ્ત થતી
નથી.) આમ ઉન્નત બુદ્ધિવાળા વિદ્વાનો કહે છે. તે યોગ્ય જ છે કેમ કે સમસ્ત બુરા
વ્યસનોમાં આ જુગાર ગાડાની ધરી (ધોંસરી) સમાન મુખ્ય મનાય છે. ૧૮.
(स्नग्धरा)
बीभत्सु प्राणिघातोद्भवमशुचि कृमिस्थानमश्लाघ्यमूलं
हस्तेनाक्ष्णापि शक्यं यदिह न महतां स्प्रष्टुमालोकितुं च
तन्मांसं भक्ष्यमेतद्वचनमपि सतां गर्हितं यस्य साक्षात्
पापं तस्यात्र पुंसो भुवि भवति कियत्का गतिर्वा न विद्मः
।।१९।।
અનુવાદ : જે માંસ ઘૃણા ઉત્પન્ન કરે છે, મૃગ આદિ પ્રાણીઓના ઘાતથી ઉત્પન્ન
થાય છે, અપવિત્ર છે, કૃમિ આદિ ક્ષુદ્ર જંતુઓનું સ્થાન છે, જેની ઉત્પત્તિ નિંદનીય છે,
તથા મહાપુરુષ જેનો હાથથી સ્પર્શ કરતા નથી અને આંખથી જેને દેખતા પણ નથી ‘તે
માંસ ખાવા યોગ્ય છે’ એવું કહેવું પણ સજ્જનોને માટે નિંદા જનક છે. તો પછી એવું
અપવિત્ર માંસ જે પુરુષ સાક્ષાત્ ખાય છે તેને અહીં લોકમાં કેટલું પાપ થાય છે તથા તેની
કેવી હાલત થાય છે, એ વાત અમે જાણતા નથી.
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૧૧