વિશેષાર્થઃ — માંસ પ્રથમ તો મૃગ આદિ મૂંગા પ્રાણીઓના વધથી ઉત્પન્ન થાય છે બીજું
તેમાં અસંખ્ય અન્ય ત્રસ જીવ પણ ઉત્પન્ન થઈ જાય છે જેની હિંસા થવી અનિવાર્ય છે. આ કારણે
તેના ભક્ષણમાં હિંસા જનિત પાપનું થવું અવશ્યંભાવી છે. માટે સજ્જન મનુષ્ય તેનો કેવળ પરિત્યાગ
જ નથી કરતા, પણ તેનો તેઓ હાથથી સ્પર્શ કરવો અને આંખે દેખવું પણ ખરાબ સમજે છે.
માંસભક્ષક જીવોની દુર્ગતિ અનિવાર્ય છે. ૧૯.
(शिखरणी)
गतो ज्ञातिः कश्चिद्वहिरपि न यद्येति सहसा
शिरो हत्वा हत्वा कलुषितमना रोदिति जनः ।
परेषामुत्कृत्य प्रकटितमुखं खादति पलं
कले रे निर्विण्णा वयमिह भवच्चित्रचरितैः ।।२०।।
અનુવાદ : જો કોઈ પોતાનો સંબંધી પોતાના ઠેકાણેથી બહાર જઈને શીઘ્ર આવતો
નથી તો મનુષ્ય મનમાં વ્યાકુળ થતો થકો વારંવાર માથું પીટીને રોવે છે. તે જ મનુષ્ય
અન્ય મૃગ આદિ પ્રાણીઓનું માંસ કાપીને પોતાનું મુખ પહોળું કરીને ખાય છે. હે કળિ
કાળ! અહીં અમે તારી આ વિચિત્ર પ્રવૃત્તિઓથી નિર્વેદ પામ્યા છીએ.
વિશેષાર્થ : જ્યારે પોતાના કોઈ ઈષ્ટ સગા સંબંધી કાર્યવશ ક્યાંય બહાર જાય છે અને
જો તે સમયસર ઘેર પાછા આવતા નથી તો આ માણસ અનિષ્ટની આશંકાથી વ્યાકુળ થઈને માથું
દીવાલ વગેરે સાથે પછાડીને રુદન કરે છે. પાછો તે જ માણસ જે અન્ય પશુ-પક્ષીઓને મારીને
તેમની માતા આદિથી સદા માટે વિયોગ કરાવીને માંસભક્ષણમાં અનુરક્ત થાય છે, એ આ
કળિકાળનો જ પ્રભાવ છે. કાળની આવી પ્રવૃત્તિઓથી વિવેકી જનોનું ચિત્ત વિરક્ત થાય તે
સ્વાભાવિક છે. ૨૦
(मालिनी)
सकलपुरुषधर्मभ्रंशकार्यत्र जन्म –
न्यधिकमधिकमग्रे यत्परं दुःखहेतुः ।
तदपि न यदि मद्यं त्यज्यते बुद्धिमद्भिः
स्वहितमिह किमन्यत्कर्म धर्माय कार्यम् ।।२१।।
અનુવાદ : જે દારૂ આ જન્મમાં સમસ્ત પુરુષાર્થો (ધર્મ, અર્થ અને કામ)નો
નાશ કરનાર છે અને પછીના જન્મમાં અતિ દુઃખનું કારણ છે તે મદ્ય જો બુદ્ધિમાન
૧૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ