મનુષ્ય છોડતા નથી તો પછી અહીં લોકમાં ધર્મ માટે પોતાને હિતકારક બીજું ક્યું
કામ કરવા યોગ્ય છે? કોઈ નહીં. અર્થાત્ મદ્ય પીનાર મનુષ્ય એવું કોઈ પણ પવિત્ર
કામ કરી શકતો નથી જે તેને માટે આત્મહિતકારી હોય.
વિશેષાર્થ : શરાબી મનુષ્ય ન તો ધર્મકાર્ય કરી શકે છે કે ન અર્થ ઉપાર્જન કરી શકે
છે અને ન યથેચ્છ ભોગ પણ ભોગવી શકે છે. આવી રીતે તે આ ભવમાં ત્રણે પુરુષાર્થથી રહિત
થાય છે. પરભવમાં તે મદ્યજનિત દોષોથી નરકાદિ દુર્ગતિઓમાં પડીને અસહ્ય દુઃખ પણ ભોગવે
છે. આ જ વિચારથી બુદ્ધિમાન મનુષ્ય તેનો સદાને માટે પરિત્યાગ કરે છે. ૨૧.
(मन्दाक्रान्ता)
आस्तामेतद्यदिह जननीं वल्लभां मन्यमाना
निन्द्याश्चेष्टा विदधति जना निस्त्रपाः पीतमद्याः ।
तत्राधिक्यं पथि निपतिता यत्किरत्सारमेयाद् –
वक्त्रे मूत्रं मधुरमधुरं भाषमाणाः पिबन्ति ।।२२।।
અનુવાદ : દારૂડિયો નિર્લજ્જ થઈને અહીં જે માતાને પત્ની સમજીને
નિન્દનીય ચેષ્ટા (સંભોગ આદિ) કરે છે એ તો દૂર રહો. પણ અધિક ખેદની વાત
તો એ છે કે માર્ગમાં પડેલા તેમના મુખમાં કૂતરા મૂતરે છે અને તેઓ તેને અતિશય
મધુર કહીને પીધા કરે છે. ૨૨.
(शार्दूलविक्रीडित)
या खादन्ति पलं पिबन्ति च सुरां जल्पन्ति मिथ्यावचः
स्निह्यन्ति द्रविणार्थमेव विदधत्यर्थप्रतिष्ठाक्षतिम् ।
नीचानामपि दूरवक्रमनसः पापात्मिकाः कुर्वते
लालापानमहर्निशं न नरकं वेश्या विहायापरम् ।।२३।।
અનુવાદ : મનમાં અત્યન્ત કુટિલતા ધારણ કરનારી જે પાપિષ્ઠ વેશ્યાઓ
માંસ ખાય છે, શરાબ પીએ છે, અસત્ય વચન બોલે છે, કેવળ ધનપ્રાપ્તિ માટે જ
સ્નેહ કરે છે. ધન અને પ્રતિષ્ઠા એ બન્નેનોય નાશ કરે છે તથા જે વેશ્યાઓ નીચ
પુરુષોની પણ લાળ પીએ છે. તે વેશ્યાઓ સિવાય બીજું કોઈ નરક નથી. અર્થાત્
તે વેશ્યાઓ નરકગતિની પ્રાપ્તિના કારણ છે. ૨૩.
અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૧૩