(आर्या )
रजकशिलासद्रशीभिः कुर्कुरकर्परसमानचरिताभिः ।
गणिकाभिर्यदि संगः कृतमिह परलोकवार्ताभिः ।।२४।।
અનુવાદ : જે વેશ્યાઓ ધોબીના કપડા ધોવાની શિલા સમાન છે તથા જેમનું
આચરણ કુતરાના હાડકા સમાન છે એવી વેશ્યાઓનો જો સંગ કરવામાં આવે તો
પછી અહીં પરભવની વાતોથી બસ થાવ.
વિશેષાર્થ : જેવી રીતે ધોબીના પત્થર ઉપર સારા ખરાબ બધી જાતના કપડા ધોવામાં
આવે છે તથા જેમ એક હાડકાના ટૂકડાને અનેક કૂતરા ખેંચે છે તેવી જ રીતે જે વેશ્યાઓ સાથે ઊંચ
અને નીચ બધી જાતના માણસો સંબંધ રાખે છે તે વેશ્યાઓમાં અનુરક્ત રહેવાથી આ ભવમાં ધન અને
પ્રતિષ્ઠાનો નાશ થાય છે તથા પરભવમાં નરકાદિનું મહાન કષ્ટ ભોગવવું પડે છે. તેથી આ ભવ અને
પરભવમાં આત્મ - કલ્યાણ ઇચ્છનારા સત્પુરુષોએ વેશ્યા વ્યસનનો પરિત્યાગ કરવો જોઈએ. ૨૪.
(स्रग्धरा)
या दुर्दुहैकवित्ता वनमधिवसति त्रातृसंबन्धहीना
भीतिर्यस्यां स्वभावाद्दशनधृततृणा नापराधं करोति ।
वध्यालं सापि यस्मिन् ननु मृगवनितामांसपिण्डप्रलोभात्
आखेटेऽस्मिन्रतानामिह किमु न किमन्यत्र नो यद्विरूपम् ।।२५।।
અનુવાદ : જે હરણી દુઃખદાયક એક માત્ર શરીરરૂપ ધનને ધારણ કરતી
વનમાં રહે છે, રક્ષકના સંબંધ વિનાની છે અર્થાત્ જેને કોઈ રક્ષક નથી, જેને
સ્વભાવથી જ ભય રહે છે તથા જે દાંતોમાં ઘાસ ધારણ કરતી થકી અર્થાત્ ઘાસ
થકી કોઈનો અપરાધ કરતી નથી; આશ્ચર્ય છે કે તે પણ મૃગની સ્ત્રી અર્થાત્ હરણી
માંસ પિંડના લોભથી જે મૃગયાના વ્યસનમાં શિકારીઓ દ્વારા મરાય છે તે મૃગયા
(શિકાર)માં આસક્ત મનુષ્યોને આ લોકમાં અને પરલોકમાં ક્યું પાપ થતું નથી?
વિશેષાર્થ : એ એક પ્રાચીન પદ્ધતિ છે કે જે શત્રુ દાંતતળે ઘાસનું તણખલું રાખીને સામે
આવે તેને વીર પુરુષો પરાજિત સમજીને છોડી દેતા હતા, પછી તેમની ઉપર તેઓ શસ્ત્ર પ્રહાર
કરતા નહિ. પરંતુ ખેદ એ વાતનો છે કે શિકારીઓ એવા નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓનો પણ
ઘાત કરે છે જે ઘાસનું ભક્ષણ કરતાં મુખમાં તૃણ દબાવી રહે છે. એ જ ભાવ ‘दर्शनधृततृणा’ આ
પદદ્વારા ગ્રંથકારે અહીં સૂચવ્યો છે. ૨૫.
૧૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ