Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 26-28 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 15 of 378
PDF/HTML Page 41 of 404

 

background image
(मालिनी )
तनुरपि यदि लग्ना कीटिका स्याच्छरीरे
भवति तरलचक्षुर्व्याकुलो यः स लोकः
कथमिह मृगयाप्तानन्दमुत्खातशस्त्रो
मृगमकृतविकारं ज्ञातदुःखोऽपि हन्ति
।।२६।।
અનુવાદ : જ્યારે પોતાના શરીરમાં નાનકડી કીડી કે જંતુ ચડી જાય ત્યારે
તે મનુષ્ય વ્યાકુળ થઈને ચપળ નેત્રોથી તેને આમતેમ શોધે છે. પાછો તે જ મનુષ્ય
પોતાની જેમ બીજા પ્રાણીઓના દુઃખનો અનુભવ કરીને પણ શિકારથી પ્રાપ્ત થનાર
આનંદની ખોજમાં ક્રોધાદિ વિકાર રહિત નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓ ઉપર શસ્ત્ર
ચલાવીને કેવી રીતે તેમનો વધ કરે છે? ૨૬.
(शार्दूलविक्रीडित)
यो येनैव हतः स तं हि बहुशो हन्त्येव यैर्वञ्चितो
नूनं वञ्चयते स तानपि भृशं जन्मान्तरे ऽप्यत्र च
स्त्रीबालादिजनादपि स्फु टमिदं शास्त्रादपि श्रूयते
नित्यं वञ्चनहिंसनोज्झनविधौ लोकाः कुतो मुह्यत
।।२७।।
અનુવાદ : જે મનુષ્ય જેના દ્વારા મરાય છે તે મનુષ્ય પોતાને મારનાર તે
મનુષ્યને પણ અનેક વાર મારે જ છે. એવી જ રીતે જે પ્રાણી બીજા લોકો દ્વારા
છેતરાયો છે તે નિશ્ચયથી તો લોકોને પણ જન્માન્તરમાં અને આ જન્મમાં પણ અવશ્ય
ઠગે છે. આ વાત સ્ત્રી અને બાળક આદિ પાસેથી તેમ જ શાસ્ત્ર પાસેથી પણ સ્પષ્ટપણે
સાંભળવામાં આવે છે. છતાં લોકો હંમેશાં દગાબાજી અને હિંસાનો ત્યાગ કરવામાં
કેમ મોહ પામે છે? અર્થાત્ તેમણે મોહ છોડીને હિંસા અને અન્યને છેતરવાનો
પરિત્યાગ સદા માટે અવશ્ય કરી દેવો જોઈએ. ૨૭.
(शार्दूलविक्रीडित)
अर्थादौ प्रचुरप्रपञ्चरचनैर्ये वञ्चयन्ते परान्
नूनं ते नरकं व्रजन्ति पुरतः पापव्रजादन्यतः
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૧૫