प्राणाः प्राणिषु तन्निबन्धनतया तिष्ठन्ति नष्टे धने
यावान् दुःखभरो नरे न मरणे तावानिह प्रायशः ।।२८।।
અનુવાદ : જે મનુષ્ય ધન આદિ કમાવામાં અનેક પ્રપંચો રચીને બીજાઓને
છેતર્યા કરે છે તેઓ નિશ્ચયથી તે પાપના પ્રભાવથી બીજાઓની સામે જ નરકમાં જાય
છે. કારણ એ છે કે પ્રાણીઓમાં પ્રાણ ધનના નિમિત જ રહે છે, ધન નષ્ટ થઈ જતાં
મનુષ્યને જેટલું અધિક દુઃખ થાય છે તેટલું ઘણું કરીને મરતી વખતે પણ થતું નથી. ૨૮.
(शार्दूलविक्रीडित)
चिन्ताव्याकुलताभयारतिमतिभ्रंशातिदाहभ्रम –
क्षुत्तृष्णाहतिरोगदुःखमरणान्येतान्यहो आसताम् ।
यान्यत्रैव पराङ्गनाहितमतेस्तद्भूरि दुःखं चिरं
श्वभ्रे भावि यदग्निदीपितवपुर्लोहाङ्गनालिङ्गनात् ।।२९।।
અનુવાદ : પરસ્ત્રીમાં અનુરાગબુદ્ધિ રાખનાર વ્યક્તિને જે આ જન્મમાં ચિંતા,
આકુળતા, ભય, દ્વેષભાવ, બુદ્ધિનો વિનાશ, અત્યન્ત સંતાપ, ભ્રાંતિ, ભૂખ, તરસ,
આઘાત, રોગ વેદના અને મરણરૂપ દુઃખ પ્રાપ્ત થાય છે; એ તો દૂર રહો, પરંતુ
પરસ્ત્રી સેવનજનિત પાપના પ્રભાવથી અન્ય જન્મમાં નરકગતિ પ્રાપ્ત થતાં અગ્નિમાં
તપાવેલા લોહમય સ્ત્રીઓના આલિંગનથી જે ચિરકાળ સુધી ઘણું દુઃખ પ્રાપ્ત થવાનું
છે તે તરફ પણ તેનું ધ્યાન જતું નથી, એ કેટલા આશ્ચર્યની વાત છે. ૨૯.
(शार्दूलविक्रीडित)
धिक् तत्पौरुषमासतामनुचितास्ता बुद्धयस्ते गुणाः
मा भून्मित्रसहायसंपदपि सा तज्जन्म यातु क्षयम् ।
लोकानामिह येषु सत्सु भवति व्यामोहमुद्राङ्कितं
स्वप्ने ऽपि स्थितिलङ्घनात्परधनस्त्रीषु प्रसक्तं मनः ।।३०।।
અનુવાદ : જે પૌરુષ આદિ હોતાં લોકોનું વ્યામોહ પામેલું મન મર્યાદાનું
ઉલ્લંઘન કરીને સ્વપ્નમાં પણ પરધન અને પરસ્ત્રીઓમાં આસક્ત થાય છે તે
પૌરુષને ધિક્કાર છે તે અયોગ્ય વિચાર અને તે અયોગ્ય ગુણ દૂર જ રહો, એવા
૧૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ