Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 31 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 17 of 378
PDF/HTML Page 43 of 404

 

background image
મિત્રોની સહાયતારૂપ સંપત્તિ પણ પ્રાપ્ત ન થાવ તથા તે જન્મ પણ નાશ પામો.
અભિપ્રાય એ છે કે જો ઉપર્યુક્ત સામગ્રી હોતાં લોકોનું મન લોકમર્યાદા
છોડીને પરધન અને પરસ્ત્રીમાં આસક્ત થાય છે તો તે બધી સામગ્રી ધિક્કારવા
યોગ્ય છે. ૩૦.
(शार्दूलविक्रीडित)
द्यूताद्घर्मसुतः पलादिह बको मद्याद्यदोर्नन्दनाः
चारुः कामुकया मृगान्तकतया स ब्रह्मदत्तो नृपः
चौर्यत्वाच्छिवभूतिरन्यवनितादोषाद्दशास्यो हठात्
एकैकव्यसनाहता इति जनाः सर्वैर्न को नश्यति
।।३१।।
અનુવાદ : અહીં જુગારથી યુધિષ્ઠિર, માંસથી બક રાજા, મદ્યથી યાદવો,
વેશ્યાસેવનથી ચારુદત્ત, મૃગોના વિનાશરૂપ શિકારથી બ્રહ્મદત્ત રાજા, ચોરીથી શિવભૂતિ
બ્રાહ્મણ તથા પરસ્ત્રીદોષથી રાવણ; આ રીતે એક એક વ્યસનના સેવનથી આ સાતેય
જણ મહાન કષ્ટ પામ્યા છે. તો પછી જે બધા વ્યસનોનું સેવન કરે છે તેનો વિનાશ
કેમ ન થાય? અવશ્ય થાય.
વિશેષાર્થ : ‘यत् पुंसः श्रेयसः व्यस्यति तत् व्यसनम्’ અર્થાત્ જે મનુષ્યોને કલ્યાણના માર્ગથી
ભ્રષ્ટ કરીને દુઃખ પ્રાપ્ત કરાવે છે તેને વ્યસન કહેવામાં આવે છે. આવા વ્યસન મુખ્યપણે સાત
છે. તેમનું વર્ણન આગળ થઈ ગયું છે. એમાંથી કેવળ એક એક વ્યસનમાં જ તત્પર રહેવાથી જે
યુધિષ્ઠિર આદિ મહાન દુઃખ પામ્યા છે, તેમના નામોનો નિર્દેશ માત્ર અહીં કરવામાં આવ્યો છે.
સંક્ષેપમાં તેમની કથા આ રીતે છે.
૧. યુધિષ્ઠિરઃહસ્તિનાપુરમાં ધૃતરાજ નામના એક પ્રસિદ્ધ રાજા હતા. તેને અંબિકા,
અંબાલિકા અને અંબા નામની ત્રણ રાણીઓ હતી. એમાંથી અંબિકાથી ધૃતરાષ્ટ્ર, અંબાલિકાથી પાંડુ
અને અંબાથી વિદુર ઉત્પન્ન થયા હતા. એમાં ધૃતરાષ્ટ્રને દુર્યોધન આદિ સો પુત્ર તથા પાંડુને
યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ નામના પાંચ પુત્ર હતા. પાંડુ રાજા સ્વર્ગવાસી થયા
પછી કૌરવો અને પાંડવોમાં રાજ્ય નિમિત્તે પરસ્પર વિવાદ થવા લાગ્યો હતો. એક વખત યુધિષ્ઠિર
દુર્યોધન સાથે ધૃતક્રીડા કરવા તૈયાર થયા. તેઓ તેમાં બધી સંપત્તિ હારી ગયા. અંતે તેમણે દ્રૌપદી
આદિને પણ દાવમાં મૂકી અને દુર્યોધને એને પણ જીતી લીધી. તેથી દ્રૌપદીને અપમાનિત થવું પડ્યું
તથા કુંતી અને દ્રૌપદી સાથે પાંચે ભાઈઓને બાર વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું. તે સિવાય તેમને
જુગારના વ્યસનને કારણે બીજા પણ અનેક દુઃખ સહેવા પડ્યા.
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૧૭