અષ્ટાહ્નિકા પર્વ આવતાં જીવહિંસા ન કરવાની ઘોષણા કરાવતા હતા. તેણે માંસભક્ષી પોતાના પુત્રની
પ્રાર્થનાથી કેવળ એક પ્રાણીની હિંસાની છૂટ આપીને તેને પણ બીજા પ્રાણીની હિંસા ન કરવાનો
નિયમ કરાવ્યો હતો. તે પ્રમાણે જ તેણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. એક વખતે રસોઈયો
માંસ મૂકીને કાર્ય પ્રસંગે ક્યાંક બહાર ચાલ્યો ગયો હતો. એટલામાં એક બિલાડી તે માંસ ખાઈ
ગઈ હતી. રસોઇયાને તેથી ખૂબ ચિંતા થઈ, તે વ્યાકુળ થઈને માંસની શોધમાં શહેરની બહાર ગયો.
તેણે એક મરેલા બાળકને જમીનમાં દાટતા જોયું. તક મેળવીને તે તેને કાઢી લાવ્યો અને તેનું માંસ
રાંધીને બક રાજકુમારને ખવરાવી દીધું, તે દિવસનું માંસ તેને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું. બકે કોઈ પણ
ઉપાયે રસોઇયા પાસેથી યથાર્થ સ્થિતિ જાણી લીધી. તેણે દરરોજ આ જ પ્રકારનું માંસ ખવરાવવા
માટે રસોઇયાને ફરજ પાડી. બિચારો રસોઇયો રોજ ચણા અને લાડુ વગેરે લઈને જતો અને કોઈ
એક બાળકને ફોસલાવીને લઈ આવતો. તેથી નગરમાં બાળકો ઘટવા માંડ્યા. નગરજનો તેથી ખૂબ
ચિંતાતુર થઈ ગયા હતા. છેવટે એક દિવસે તે રસોઇયાને બાળક સાથે પકડી લેવામાં આવ્યો.
લોકોએ તેને ઢીંકા પાટુ મારવાનું શરૂ કરી દીધું. તેથી ગભરાઈને તેણે સાચી વસ્તુ જણાવી દીધી.
તે દરમ્યાન પિતા દીક્ષિત થઈ જવાથી બકને રાજ્યની પણ પ્રાપ્તિ થઈ ગઈ હતી. નગરજનોએ મળીને
તેને રાજ્યથી ભ્રષ્ટ કર્યો. તે શહેરની બહાર રહીને મરેલા મનુષ્યોના મડદા ખાવા લાગ્યો. જ્યારે
કોઈવાર તેને જો જીવતો માણસ મળી જતો તો તે તેને પણ ખાઈ જતો. લોકો તેને રાક્ષસ કહેવા
લાગ્યો હતા. છેવટે તેને કોઈ રીતે વસુદેવે મારી નાખ્યો હતો. તેને માંસ ભક્ષણના વ્યસનથી આ
રીતે દુઃખ સહેવું પડ્યું.
માટે ગિરનાર પર્વત ઉપર પહોંચ્યા હતા, ધર્મશ્રવણના અંતે બળદેવે પૂછ્યું કે ભગવન્! આ
દ્વારકાપુરી કુબેરે બનાવી છે. તેનો નાશ ક્યારે અને કેવી રીતે થશે? ઉત્તરમાં ભગવાન નેમિજિન
બોલ્યા કે આ નગર મદ્યના નિમિત્તે બાર વર્ષમાં દ્વીપાયનકુમાર દ્વારા ભસ્મીભૂત થશે. આ
સાંભળીને રોહિણીનો ભાઈ દ્વીપાયનકુમાર દીક્ષિત થઈ ગયો અને આ અવધિ પૂરી કરવા માટે
પૂર્વદેશમાં જઈને તપ કરવા લાગ્યો. ત્યાર પછી તે દ્વીપાયનકુમાર ભ્રમથી ‘હવે બાર વર્ષ વીતી
ગયા’ એમ સમજીને ફરીથી પાછો આવી ગયો અને દ્વારકાની બહાર પર્વત પાસે તપ કરવા
લાગ્યો. અહીં જિનવચન અનુસાર મદ્યને દ્વારકાદહનનું કારણ સમજીને કૃષ્ણે પ્રજાને મદ્ય અને
તેની સાધનસામગ્રીને પણ દૂર ફેંકી દેવાનો આદેશ આપ્યો હતો. તે પ્રમાણે દારૂ પીનારાઓએ મદ્ય
અને તેના સાધનો કાદંબ પર્વત પાસે એક ખાડામાં ફેંકી દીધા હતા. એ જ સમયે શંબુ આદિ
રાજકુમારો વનક્રીડા માટે ત્યાં ગયા હતા. તેમણે તરસથી પીડાઈને પહેલા ફેંકી દીધેલ તે મદ્યને