હતા. તેમણે માર્ગમાં દ્વીપાયન મુનિને ઉભેલા જોઈને તેમને દ્વારિકાના બાળનાર સમજીને તેમના
ઉપર પથ્થર ફેંકવા શરૂ કર્યા. જેથી ક્રોધવશ મરણ પામીને તે અગ્નિકુમાર દેવ થયા. તેણે ચારે
બાજુથી દ્વારિકાપુરીને અગ્નિથી પ્રજ્વલિત કરી દીધી. આ દુર્ઘટનામાં કૃષ્ણ અને બળદેવ સિવાય
બીજું કોઈ પણ પ્રાણી જીવિત રહી શક્યું નહિ. આ બધું મદ્યપાનના દોષથી થયું હતું.
થયો જેનું નામ ચારુદત્ત રાખવામાં આવ્યું, તેને બાળપણમાં જ અણુવ્રતની દીક્ષા આપવામાં આવી
હતી. તેનો વિવાહ મામા સર્વાર્થની પુત્રી મિત્રવતી સાથે થયો હતો. ચારુદત્તને શાસ્ત્રનું વ્યસન હતું,
તેથી પત્ની પ્રત્યે તેને જરા પણ પ્રેમ નહોતો. ચારુદત્તની માતાએ તેને કામભોગમાં આસક્ત કરવા
માટે રુદ્રદત્ત (ચારૂદત્તના કાકા) ને પ્રેરણા કરી. તે કોઈ પણ બહાને ચારુદત્તને કલિંગસેના વેશ્યાને
ત્યાં લઈ ગયો. તેને એક વસન્તસેના નામની સુંદર પુત્રી હતી. ચારુદત્તને તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો.
તેનામાં આસક્ત હોવાથી કલિંગસેનાએ વસન્તસેના સાથે ચારૂદત્તના લગ્ન કરી દીધા હતા. તે
વસન્તસેનાને ત્યાં બાર વર્ષ રહ્યો. તેનામાં અત્યંત આસક્ત હોવાથી જ્યારે ચારૂદત્તે કદી માતા, પિતા
અને પત્નીને પણ યાદ ન કરી તો પછી બીજા કામની બાબતમાં શું કહેવાય? આ દરમ્યાન
કલિંગસેનાને ત્યાં ચારુદત્તના ઘરેથી સોળ કરોડ દીનાર આવી ગઈ હતી. ત્યાર પછી જ્યારે
કલિંગસેનાએ મિત્રવતીના આભૂષણો પણ આવતા જોયા ત્યારે તેણે વસન્તસેનાને ધનહીન ચારુદત્તને
છોડી દેવાનું કહ્યું. માતાના આ વચનો સાંભળીને વસન્તસેનાને અત્યન્ત દુઃખ થયું. તેણે કહ્યું હે
માતા! ચારુદત્ત સિવાય હું કુબેર જેવા સંપત્તિવાન બીજા પુરુષને ચાહતી નથી. માતાએ પુત્રીનો
દુરાગ્રહ જોઈને અન્ય ઉપાય વડે ચારૂદત્તને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી તેણે ઘેર
જઈને દુઃખમાં સમય વીતાવતી માતા અને પત્નીને જોઈ તેમને આશ્વાસન આપીને ચારુદત્ત ધન
મેળવવા માટે બીજા દેશમાં ચાલ્યો ગયો. તે અનેક દેશો અને દ્વીપોમાં ગયો, પરંતુ બધે તેને મહાન
કષ્ટોનો સામનો કરવો પડ્યો. અંતે તે પૂર્વના ઉપકારી બે દેવોની સહાયથી મહાન વૈભવ સહિત
ચંપાપુરીમાં પાછો આવી ગયો. તેણે વસન્તસેનાને પોતાને ઘેર બોલાવી લીધી. પછી મિત્રવતી અને
વસન્તસેના આદિ સાથે સુખપૂર્વક કેટલોક કાળ વીતાવીને ચારુદત્તે જિનદીક્ષા લઈ લીધી. આ રીતે
તપશ્ચરણ કરતો થકો તે મરણ પામીને સર્વાર્થસિદ્ધિમાં દેવ થયો. જે વેશ્યા વ્યસનને કારણે ચારુદત્તને
અનેક કષ્ટ સહન કરવા પડ્યા તેને વિવેકી જીવોએ સદાને માટે છોડી દેવા જોઈએ.
ત્યાં એક શિલા ઉપર ધ્યાન સ્થિત મુનિને જોયા. તેથી તેનું શિકારનું કામ નિષ્ફળ થઈ ગયું. તે
બીજે દિવસે પણ ઉક્ત વનમાં શિકાર કરવા માટે ગયો, પરંતુ મુનિના પ્રભાવથી ફરીથી પણ તેને