સફળતા ન મળી શકી. તેથી તેને મુનિ ઉપર અતિશય ક્રોધ ઉત્પન્ન થયો. કોઈ એક દિવસ જ્યારે
મુનિ આહાર માટે નગરમાં ગયા હતા ત્યારે બ્રહ્મદત્તે અવસર જોઈને તે શિલાને અગ્નિથી બાળી
નાખી. એ દરમ્યાન મુનિરાજ પણ ત્યાં પાછા આવ્યા અને ઝડપથી તે બળતી શિલા ઉપર બેસી
ગયા. તેમણે ધ્યાન છોડ્યું નહિ, તેથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ અંતઃકૃત્ કેવળી થઈને
મુક્તિ પામ્યા. અહીં બ્રહ્મદત્ત રાજા શિકારના વ્યસન અને મુનિના તીવ્રદ્વેષના કારણે સાતમી
નરકમાં નારકી થયો. ત્યાર પછી વચ્ચે વચ્ચે ક્રૂર હિંસક તિર્યંચ થઈને ક્રમપૂર્વક છઠ્ઠી અને પાંચમી
આદિ બાકીની નરકભૂમિમાં પણ ગયો. શિકારના વ્યસનમાં આસકત હોવાથી પ્રાણીઓને આવા
જ ભયાનક કષ્ટ સહન કરવા પડે છે.
પૃથ્વી પર ‘સત્યઘોષ’ નામે પ્રસિદ્ધ થઈ ગયો હતો. તેણે પોતાની યજ્ઞોપવીતમાં એક છરી બાંધી
રાખી હતી. તે કહ્યા કરતો કે જો હું કદાચ જૂઠું બોલું તો આ છરીથી મારી જીભ કાપી નાખીશ.
આ વિશ્વાસથી ઘણા માણસો એની પાસે સાચવવા માટે પોતાનું ધન રાખતા હતા. કોઈ એક દિવસે
પદ્મપુરથી એક ધનપાળ નામનો શેઠ આવ્યો અને એની પાસે પોતાના અત્યંત કિંમતી ચાર રત્નો
રાખીને વ્યાપાર માટે પરદેશમાં ચાલ્યો ગયો. તે બાર વર્ષ વિદેશમાં રહીને અને ઘણું ધન કમાઈને
પાછો આવી રહ્યો હતો. રસ્તામાં તેની નાવ ડૂબી ગઈ અને બધું ધન નાશ પામ્યું. આ રીતે તે
ધનહીન થઈને બનારસ પાછો પહોંચ્યો. તેણે શિવભૂતિ પુરોહિત પાસે પોતાના ચાર રત્નો પાછા
માગ્યાં. પુરોહિતે ગાંડો ગણાવીને તેને ઘરમાંથી બહાર કઢાવી મૂક્યો. ગાંડો સમજીને જ તેની વાત
રાજા વગેરે કોઈએ પણ ન સાંભળી. એક દિવસ રાણીએ તેની વાત સાંભળવા માટે રાજાને આગ્રહ
કર્યો. રાજાએ તેને પાગલ કહ્યો તે સાંભળીને રાણીએ કહ્યું કે પાગલ તે નથી પણ તમે જ છો.
ત્યાર પછી રાજાની આજ્ઞા પ્રમાણે રાણીએ તેને માટે કાંઈક ઉપાય વિચાર્યો. તેણે પુરોહિત સાથે
જુગાર રમતાં તેની વીંટી અને છરી સહિત યજ્ઞોપવીત પણ જીતી લીધી અને તેને ઓળખાણની
નિશાની તરીકે પુરોહિતની સ્ત્રી પાસે મોકલીને તે ચારેય રત્નો મંગાવી લીધા. રાજાને શિવભૂતિના
આ વ્યવહારથી ખૂબ દુઃખ થયું. રાજાએ તેને છાણનું ભક્ષણ, મુષ્ટિઓનો પ્રહાર અથવા પોતાના
દ્રવ્યનું સમર્પણ આ ત્રણમાંથી કોઈ પણ એક દંડ સહન કરવાની ફરજ પાડી. તે પ્રમાણે તે છાણ
ખાવા તૈયાર થયો પરંતુ ખાઈ ન શક્યો. તેથી મુષ્ટિના પ્રહારની ઇચ્છા પ્રગટ કરી. તે પ્રમાણે મલ્લોએ
મુષ્ટિઓનો પ્રહાર કરતાં તે મરી ગયો અને રાજાના ભંડારમાં સર્પ થયો. આ રીતે તેને ચોરીના
વ્યસનના કારણે આ કષ્ટ સહન કરવું પડ્યું.