Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 5-6 (17. Suprabhatashtak).

< Previous Page   Next Page >


Page 327 of 378
PDF/HTML Page 353 of 404

 

background image
કરે છે, ભાટચારણો પોતાના સ્વામીનું લક્ષ્ય રાખીને જે અનુપમ સુપ્રભાતની સ્તુતિ
કરે છે તથા જે સુપ્રભાત વિષે વિદ્યાધર અને નાગકુમાર જાતિના દેવ ગાતી કન્યાઓ
પાસેથી સાંભળે છે; આ રીતે સમસ્ત ત્રણે લોકને હર્ષિત કરનાર તે જિન ભગવાનના
સુપ્રભાતને હું વંદન કરૂં છું. ૪.
(शार्दूलविक्रीडित)
उद्दयोते सति यत्र नश्यति तरां लोके ऽघचौरो ऽचिरं
दोषेशो ऽन्तरतीव यत्र मलिनो मन्दप्रभो जायते
यत्रानीतितमस्ततेर्विघटनाज्जाता दिशो निर्मला
वन्द्यं नन्दतु शाश्वतं जिनपतेस्तत्सुप्रभातं परम्
।।।।
અનુવાદ : જે સુપ્રભાતનો પ્રકાશ થતાં લોકમાં પાપરૂપી ચોર અત્યંત જલ્દી
નષ્ટ થઈ જાય છે, જે સુપ્રભાતના પ્રકાશમાં દોષેશ અર્થાત્ મોહરૂપ ચન્દ્રમા અંદર
અતિશય મલિન થઈને મન્દ તેજવાળો થઈ જાય છે તથા જે સુપ્રભાત થતાં અન્યાયરૂપ
અંધકારનો સમૂહ ન થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે; એવા તે વંદનીય
અને અવિનશ્વર જિન ભગવાનનું ઉત્કૃષ્ટ સુપ્રભાત વૃદ્ધિને પ્રાપ્ત થાવ.
વિશેષાર્થ : પ્રભાતનો સમય થતાં રાત્રે સંચાર કરનાર ચોર ભાગી જાય છે, દોષેશ
(રાત્રિનો સ્વામી ચન્દ્રમા) મલિન અને ઝાંખા પ્રકાશવાળો (ફીક્કો) થઈ જાય છે અને રાત્રિજનિત
અંધકાર નષ્ટ થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે. એ જ રીતે જિન ભગવાનને જે અનુપમ
સુપ્રભાતનો લાભ થાય છે તે થતાં ચોર સમાન ચિરકાલીન પાપ તરત જ નષ્ટ થઈ જાય છે, દોષેશ
(દોષોના સ્વામી મોહ) કાન્તિહીન થઈને દૂર ભાગી જાય છે તથા અન્યાય અને અત્યાચાર નષ્ટ
થઈ જવાથી બધી બાજુએ પ્રસન્નતા છવાઈ જાય છે. તે જિનેન્દ્રદેવનું સુપ્રભાત વંદનીય છે. ૫.
(शार्दूलविक्रीडित)
मार्गं यत्प्रकटीकरोति हरते दोषानुषङ्गस्थितिं
लोकानां विदधाति दृष्टिमचिरादर्थावलोकक्षमाम्
कामासक्तधियामपि कृशयति प्रीतिं प्रियायामिति
प्रातस्तुल्यतयापि को ऽपि महिमापूर्वः प्रभातो ऽर्हताम्
।।।।
અનુવાદ : અરહંતોનું પ્રભાત માર્ગ પ્રગટ કરે છે. દોષોના સંબંધની સ્થિતિ
અધિકાર૧૭ઃ સુપ્રભાતાષ્ટકમ્ ]૩૨૭