નષ્ટ કરે છે, લોકોની દ્રષ્ટિ તરત જ પદાર્થોને દેખવામાં સમર્થ બનાવે છે તથા
વિષયભોગમાં આસક્ત બુદ્ધિવાળા પ્રાણીઓની સ્ત્રીવિષયક પ્રીતિ કૃશ (નિર્બળ) કરે
છે. આ રીતે તે અરહંતોનું પ્રભાત જો કે પ્રભાતકાળ તુલ્ય જ છે, છતાં પણ તેનો
કોઈ અપૂર્વ જ મહિમા છે.
વિશેષાર્થ : જેવી રીતે પ્રભાત થતાં માર્ગ પ્રગટ દેખાવા માંડે છે તેવી જ રીતે અરહંતોના
આ પ્રભાતમાં પ્રાણીઓને મોક્ષનો માર્ગ દેખાવા લાગે છે, જેમ પ્રભાત દોષા (રાત્રિના) સંગનો નાશ
કરે છે તેવી જ રીતે આ અરહંતોનું પ્રભાત રાગદ્વેષાદિરૂપ દોષોની સંગતિ નષ્ટ કરે છે. જેમ પ્રભાત
લોકોની દ્રષ્ટિને તરત જ ઘટ – પટાદિ પદાર્થો દેખવામાં સમર્થ કરી દે છે તેવી જ રીતે આ અરહંતોનું
પ્રભાત પ્રાણીઓની દ્રષ્ટિ (જ્ઞાન) ને જીવાદિ સાત તત્વોનું યથાર્થ સ્વરૂપ દેખવા – જાણવામાં સમર્થ
કરી દે છે તથા જેમ પ્રભાત થઈ જતાં કામી જનની સ્ત્રીવિષયક પ્રીતિ ઓછી
થઈ જાય છે તેવી જ રીતે તે અરહંતોના પ્રભાતમાં પણ કામીજનની વિષયેચ્છા ઓછી થઈ જાય
છે. આ રીતે અરહંતોનું તે પ્રભાત પ્રસિદ્ધ પ્રભાત સમાન હોઈને પણ અપૂર્વ જ મહિમા ધારણ
કરે છે. ૬.
(शार्दूलविक्रीडित)
यद्भानोरपि गोचरं न गतवान् चित्ते स्थितं तत्तमो
भव्यानां दलयत्तथा कुवलये कुर्याद्विकाशश्रियम् ।
तेजः सौख्यहतेरकर्तृ यदिदं नक्तंचराणामपि
क्षेमं वो विदधातु जैनमसमं श्रीसुप्रभातं सदा ।।७।।
અનુવાદ : ભવ્ય જીવોના હૃદયમાં સ્થિત જે અંધકાર સૂર્યગોચર થયો નથી
અર્થાત્ જેને સૂર્ય પણ નષ્ટ કરી શક્યો નથી તેને જે જિન ભગવાનનું સુપ્રભાત નષ્ટ
કરે છે, જે કુવલય (ભૂમંડળ) ના વિષયમાં વિકાસલક્ષ્મી (પ્રમોદ) કરે છે – લોકના સર્વે
પ્રાણીઓને હર્ષિત કરે છે તથા જે નિશાચરો (ચન્દ્ર અને રાક્ષસ આદિ) ના પણ તેજ
અને સુખનો ઘાત કરતું નથી; તે જિન ભગવાનનું અનુપમ સુપ્રભાત સર્વદા આપ
સૌનું કલ્યાણ કરો.
વિશેષાર્થ : લોકપ્રસિદ્ધ પ્રભાતની અપેક્ષાએ જિનભગવાનના આ સુપ્રભાતમાં અપૂર્વતા
છે. તે આ રીતે – પ્રભાતનો સમય કેવળ રાત્રિનો અંધકાર નષ્ટ કરે છે, તે જીવોના અભ્યંતર અંધકાર
(અજ્ઞાન) ને નષ્ટ કરી શકતો નથી; પરંતુ જિન ભગવાનનું તે સુપ્રભાત ભવ્ય જીવોના હૃદયમાં સ્થિત
તે અજ્ઞાનાન્ધકારને પણ નષ્ટ કરે છે, લોકપ્રસિદ્ધ પ્રભાત કુવલય (સફેદ કમળ) ને વિકસિત નથી
૩૨૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ