Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8 (17. Suprabhatashtak).

< Previous Page   Next Page >


Page 329 of 378
PDF/HTML Page 355 of 404

 

background image
કરતું પણ મુકુલિત જ કરે છે (બીડાઈ જાય છે); પરંતુ જિન ભગવાનનું સુપ્રભાત તે કુવલય
(ભૂમંડળના સમસ્ત જીવો) ને વિકસિત (પ્રમુદિત) જ કરે છે. લોકપ્રસિદ્ધ પ્રભાત નિશાચરો (ચન્દ્ર,
ચોર અને ઘૂવડ વગેરે)ના તેજ અને સુખનો નાશ કરે છે પરંતુ જિન ભગવાનનું તે સુપ્રભાત તેમના
તેજ અને સુખનો નાશ નથી કરતું. આ રીતે તે જિન ભગવાનનું અપૂર્વ સુપ્રભાત સર્વ પ્રાણીઓને
માટે કલ્યાણકારી છે. ૭.
(शार्दूलविक्रीडित)
भव्याम्भोरुहनन्दिकेवलरविः प्राप्नोति यत्रोदयं
दुष्कर्मोदयनिद्रया परिहृतं जागर्ति सर्वं जगत्
नित्यं यैः परिपठयते जिनपतेरेतत्प्रभाताष्टकं
तेषामाशु विनाशमेति दुरितं धर्मः सुखं वर्धते
।।।।
અનુવાદ : જે સુપ્રભાતમાં ભવ્યજીવોરૂપ કમળોને આનંદિત કરનાર
કેવળજ્ઞાનરૂપ સૂર્ય ઉદય પામે છે તથા સંપૂર્ણ જગત્ (જગતના જીવ) પાપકર્મના
ઉદયરૂપ નિદ્રાથી છૂટકારો પામીને જાગે છે અર્થાત્ પ્રબોધ પામે છે તે જિન
ભગવાનના સુપ્રભાતની સ્તુતિ સ્વરૂપ આ પ્રભાતાષ્ટક જે જીવ નિરંતર ભણે છે તેમના
પાપ તરત જ નાશ પામે છે તથા ધર્મ અને સુખ વૃદ્ધિ પામે છે.
વિશેષાર્થ : જેમ સુપ્રભાત થતાં કમળોને પ્રફુલ્લિત કરનાર સૂર્ય ઉદય પામે છે તેવી
જ રીતે જિન ભગવાનના તે સુપ્રભાતમાં ભવ્ય જીવોને પ્રફુલ્લિત કરનાર કેવળજ્ઞાનરૂપ સૂર્ય ઉદય
પામે છે તથા જેમ પ્રભાત થતા જગતના પ્રાણી નિદ્રા રહિત થઈને જાગી ઉઠે છે તેવી જ રીતે
જિન ભગવાનના પ્રભાતમાં જગતના સર્વ પ્રાણી પાપકર્મના ઉદયસ્વરૂપ નિદ્રારહિત થઈને જાગી જાય
છે
પ્રબોધ પામી જાય છે આ રીતે આ જિન ભગવાનનું સુપ્રભાત અનુપમ છે. તેના વિષયમાં જે
શ્રી પદ્મનન્દી મુનિએ આઠ શ્લોકોમાં આ સ્તુતિ કરી છે તે વાંચવાથી પ્રાણીઓના પાપનો વિનાશ
અને ધર્મ તથા સુખની અભિવૃદ્ધિ થાય છે. ૮.
આ રીતે સુપ્રભાતાષ્ટક સમાપ્ત થયું. ૧૭.
અધિકાર૧૭ઃ સુપ્રભાતાષ્ટકમ્ ]૩૨૯