Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8 (18. Shantinath Stotra).

< Previous Page   Next Page >


Page 333 of 378
PDF/HTML Page 359 of 404

 

background image
અનુવાદ : ઉન્નત પર્વત સમાન જે શાન્તિનાથ જિનેન્દ્રથી ઉત્પન્ન થયેલી
દિવ્ય વાણીરૂપ સરસ્વતી નામની નદી (અથવા ગંગા) વિસ્તીર્ણ સમસ્ત વસ્તુસ્વરૂપના
વ્યાખ્યાનરૂપ અપાર પ્રવાહથી ઉજ્જ્વળ, સર્વ યાચકો વડે સેવિત, અતિશય શીતળ,
દેવોથી સ્તુતિ પામેલ અને વિશ્વને પવિત્ર કરનારી છે; તે પાપરૂપ કાલિમા રહિત
શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો.
વિશેષાર્થ : અહીં ભગવાન શાન્તિનાથની વાણીની સરસ્વતી નદી સાથે તુલના કરતાં
એમ બતાવવામાં આવ્યું છે કે જેવી રીતે સરસ્વતી નદી અપાર નિર્મળ જળપ્રવાહથી યુક્ત છે
તેવી જ રીતે ભગવાનની વાણી વિસ્તીર્ણ સમસ્ત પદાર્થોના સ્વરૂપના કથનરૂપ પ્રવાહથી સંયુક્ત
છે, જેમ સ્નાનાદિના અભિલાષી જનો તે નદીની સેવા કરે છે તેવી જ રીતે તત્ત્વના જિજ્ઞાસુ
જીવો ભગવાનની તે વાણીની પણ સેવા કરે છે, જેમ નદી ગરમીથી પિડાયેલા પ્રાણીઓને
સ્વભાવથી શીતળ કરનારી છે તેવી જ રીતે ભગવાનની તે વાણી પણ પ્રાણીઓના સંસારરૂપ
સંતાપનો નાશ કરીને તેમને શીતળ કરનારી છે, નદી જો ઊંચા પર્વત ઉપરથી ઉત્પન્ન થાય
છે તો તે વાણી પર્વત સમાન ગુણોથી ઉન્નતિ પામેલા જિનેન્દ્ર ભગવાનથી ઉત્પન્ન થઈ છે,
જો દેવ નદીની સ્તુતિ કરે છે તો તેઓ ભગવાનની તે વાણીની પણ સ્તુતિ કરે છે; તથા જો
નદી શારીરિક બાહ્ય મળ દૂર કરીને વિશ્વને પવિત્ર કરે છે તો તે ભગવાનની વાણી પ્રાણીઓના
અભ્યંતર મળ (અજ્ઞાન અને રાગ
દ્વેષ) ને દૂર કરીને તેમને પવિત્ર કરે છે. આ રીતે તે
શાન્તિનાથ જિનેન્દ્રની વાણી નદી સમાન હોવા છતાં પણ તેનાથી ઉત્કૃષ્ટ છે, કારણ કે તે તો
કેવળ પ્રાણીઓના બાહ્ય મળ જ દૂર કરી શકે છે પરંતુ તે ભગવાનની વાણી તેમનો અભ્યંતર
મળ પણ દૂર કરે છે. ૭.
(शार्दूलविक्रीडित)
लीलोद्वेलितबाहुकङ्कणरणत्कारप्रहृष्टैः सुरैः
चञ्चच्चन्द्रमरीचिसंचयसमाकारैश्चलच्चामरैः
नित्यं यः परिवीज्यते त्रिजगतां नाथस्तथाप्यस्पृहः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : ત્રણે લોકોના સ્વામી જે શાન્તિનાથ જિનેન્દ્રની ઉપર
રમતમાત્રમાં ઉંચકેલી ભુજાઓમાં સ્થિત કંકણના શબ્દથી હર્ષ પામેલા દેવ સદા
પ્રકાશમાન ચન્દ્રકિરણોના સમૂહ સમાન આકારવાળા ચંચળ ચામરો ઢોળે છે, તો
પણ જે ઇચ્છારહિત છે; તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી
સદા રક્ષા કરો. ૮.
અધિકાર૧૮ઃ શાન્તિનાથ સ્તોત્ર ]૩૩૩