(वसंततिलका)
राजत्यसौ शुचितराक्षतपुज्जराजि-
र्दत्ताधिकृत्य जिनमक्षतमक्षधूतैर्तैः ।
वीरस्य नेतरजनस्य तु वीरपट्टो
बद्धः शिरस्यतितरां श्रियमातनोति ।।३।।
અનુવાદ : ઇન્દ્રિયરૂપ ધૂર્તોદ્વારા બાધા નહીં પામેલા એવા જિન ભગવાનના
આશ્રયે આપવામાં આવેલી તે અતિશય પવિત્ર અક્ષતના પુંજની પંક્તિ સુશોભિત થાય
છે. બરાબર છે – પરાક્રમી પુરુષના શિર ઉપર બાંધવામાં આવેલ વીરપટ્ટ જેમ અત્યંત
શોભા વિસ્તારે છે તેમ કાયર પુરુષના શિર ઉપર બાંધવામાં આવેલ તેવી શોભા
વિસ્તારતો નથી. ૩. અક્ષત.
(वसंततिलका)
साक्षादपुष्पशर एव जिनस्तदेनं
संपूजयामि शुचिपुष्पशरैर्मनोज्ञैः ।
नान्यं तदाश्रयतया किल यन्न यत्र
तत्तत्र रम्यमधिकां कुरुते च लक्ष्मीम् ।।४।।
અનુવાદ : આ જિનેન્દ્ર પ્રત્યક્ષ અપુષ્પશર અર્થાત્ પુષ્પશર (કામ) રહિત છે,
તેથી હું તેની મનોહર અને પવિત્ર પુષ્પશરો (પુષ્પના હારો) થી પૂજા કરૂં છું. અન્ય
(બ્રહ્મા આદિ) કોઈની પણ હું તેમનાથી પૂજા કરતો નથી. કારણ કે તે પુષ્પશર અર્થાત્
કામને આધીન છે. બરાબર છે – જે રમણીય વસ્તુ જ્યાં ન હોય તે ત્યાં અધિક શોભા
આપે છે.
વિશેષાર્થ : પુષ્પશરના બે અર્થ થાય છે, પુષ્પરૂપ બાણોના ધારક કામદેવ તથા
પુષ્પમાળા. અહીંશ્લેષની મુખ્યતાથી ઉક્ત બન્ને અર્થની વિવક્ષા કરીને એમ બતાવવામાં આવ્યું
છે કે જિન ભગવાન પાસે પુષ્પશર (કામવાસના) નથી, તેથી હું તેની પુષ્પશરોથી
(પુષ્પમાળાઓથી) પૂજા કરૂં છું. અન્ય હરિ, હર અને બ્રહ્મા આદિ પુષ્પશર સહિત છે; માટે
તેમની પુષ્પશરોથી પૂજા કરવામાં કાંઈ પણ શોભા નથી. એ જ વાત પુષ્ટ કરવા માટે એમ
પણ કહી દેવામાં આવ્યું છે કે જ્યાં જે વસ્તુ નથી ત્યાં જ તે વસ્તુ મૂકવાથી શોભા થાય
૩૩૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ